Latest

Monday, November 12, 2018

વીડિયો: ઓસ્ટ્રેલિયાનો બોલર બોલ ટેમ્પરિંગ કરતા ઝડપાઈ ગયો

એડમ ઝેમ્પા બોલ સાથે ચેડાં કરતો ઝડપાયો

ઓસ્ટ્રેલિયા આજકાલ દક્ષિણ આફ્રિકાની સામે મેચ રમી રહ્યું છે, અને આ સિરીઝની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ બાજી મારી લીધી હતી પરંતુ, 9 નંબરના પ્લેયર એડલિડે મેદાન પર આવીને બાજી મારીને આ સિરીઝને 1-1ની બરાબરીથી સરભર કરી લીધી. પણ આ મેચમાં કંઈક એવું પણ થયું કે જેથી બોલની સાથે છેડછાડ થઈ છે તેવી શંકા થઈ આવી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

ઝેમ્પા દડા પર કશુંક ઘસતો જોવા મળ્યો

સાઉથ આફ્રિકા તેના લક્ષ્યની નજીક જ પહોંચી ગયું હતું ત્યારે આ દરમિયાન આ મેચની 43મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ જેમ્પાએ તેના ખિસ્સામાં હાથ નાખ્યો અને દડા પર કશુંક ઘસતો જોવા મળ્યો. પરંતુ, તેઓ કેમેરાથી બચી શક્યા નહીં અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેયર થઈ રહ્યો છે.

એડમ ઝેમ્પા કેમેરાથી બચી શક્યો નહીં

ન્યૂઝ પ્રમાણે એડમ જેમ્પાએ તેના હાથને ગરમ રાખવા માટે તેના ખિસ્સામાં હાથ નાખ્યો હતો કારણકે તેના ખિસ્સામાં વોર્મર હતું. સામાન્યપણ બોલર્સ ઠંડી દરમિયાન તેમની સાથે વોર્મર રાખતા હોય છે જ્યારે આ મેચ દરમિયાન પણ ઠંડીનું વાતાવરણ હતું અને જેમ્પા પોતાને રોકી શક્યો નહીં અને તેણે તેના ખિસ્સામાં હાથ નાખીને હાથ ગરમ કર્યો પણ આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2AYYDLz

No comments:

Post a Comment

Pages