સચિવાલયમાં ઘૂસ્યો દીપડો

ગાંધીનગરઃ સચિવાલમાં ચાલી રહેલી દીપડાની તપાસનો અંત આવ્યો છે. લગભગ 10 કલાકથી વધુ સમય ચાલેલી તપાસ બાદ વન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, દીપડો સચિવાલય સંકૂલની અંદર નથી પણ તે બહાર નીકળી ગયો છે. આ વાતની સીસીટીવી દ્વારા પણ પુષ્ટી થઈ હોવાનું પણ અધિકારીએ જણાવ્યું છે. જોકે, આ અંગેનો કોઈ વીડિયો જાહેર કરવામાં આવ્યો નથી. લાંબા સમયથી ઓફિસની બહાર ઉભેલા કર્મચારીઓને નોકરીના સ્થળ પર જવા માટેની મંજૂરી આપી દીધી છે. આમ છતાં કર્મચારીઓ ગભરાઈ રહ્યા છે અને દીપડો અંદર હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વન વિભાગે કરેલી જાહેરાત બાદ હવે સચિવાલની આસપાસમાં આવેલા જંગલ વિસ્તારમાં દીપડાને શોધવાની કવાયત તેજ કરાશે.
નથી મળ્યો દીપડો

સચિવાલયમાં મોડી રાત્રે 1:53 વાગ્યે દીપડો 7 નંબરના ગેટમાંથી સચિવાલયમાં સંકૂલમાં પ્રવેશ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ વન વિભાગની ટીમ અને પોલીસ દ્વારા દીપડાને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. નવા સચિવાલય સંકૂલમાં આવેલા વિધાનસભા અને વિવિધ બ્લોક્સમાં દીપડાની શોધખોળ શરુ કરવામાં આવી હતી. જોકે, કોઈ જગ્યા પર દીપડો દેખાયો નથી અને કર્મચારીઓ અને મુલાકાતીઓને નવા સચિવાલયમાં જવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.
આસપાસના જંગલ વિસ્તારમાં ખરાશે તપાસ

વન વિભાગ અને પોલીસના અધિકારીઓ દ્વારા લાંબા તપાસ છતાં દીપડાનો પત્તો લાગ્યો નથી, માટે આ તપાસ બાદ અને વીડિયો ફૂટેજ ચકાસ્યા પછી દીપડો સચિવાલય સંકૂલની બહાર નીકળી ગયો હોવાની વાત વન વિભાગ દ્વારા કરાઈ છે. આ સાથે સચિવાલયની પાછળના ભાગમાં આવેલા જંગલ વિસ્તાર અને નજીકના બોરિજ, ઈન્દ્રોડા અને સાબરતમી નદીના કોતરોમાં તપાસ કરવામાં આવી શકે છે.
સચિવાલયની બહાર કરાશે ઓપરેશન

ઉલ્લેખનીય છે કે, નવા સચિવાલયની પાછળના ભાગમાં છ રોડ પર મોટી સંખ્યામાં વૃક્ષો આવેલા છે. ત્યારે આ જગ્યા પર દીપડો છૂપાયો હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. આ વન વિસ્તારમાં જંગલી ગાય, મોર વગેરે પશુપક્ષીઓ જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં દીપડો શિકાર કરવા આવ્યો હોય અથવા તે વિસ્તારમાં ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જુઓ વીડિયો
ગાંધીનગરઃ ગેટ નંબર 7માંથી દીપડો સચિવાલયમાં ઘૂસ્યો
ગાંધીનગરઃ સચિવાલયમાં ઘૂસ્યો દીપડો
IamGujarat द्वारा इस दिन पोस्ट की गई रविवार, 4 नवंबर 2018
શું છે આખી ઘટના?

નોંધનીય છે કે, ગાંઘીનગરના સચિવાલય સંકુલમાં દીપડો ઘૂસ્યાની ઘટનાથી કર્મચારીઓ ફફડાટ પેસી ગયો છે. દીપડો સંકૂલમાં ઘૂસ્યો હોવાથી કર્મચારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા દીપડાની શોધખોળ કરવામાં આવી આવી હતી. આ દીપડો રાત્રે 1 વાગ્યેને 53 મિનિટે નવા સચિવાલયના સંકૂલમાં ઘૂસ્યો હતો. જેના કારણે સાવચેતીના પગલે કર્મચારીઓ અને મુલાકાતીઓને સચિવાલયમાં એન્ટ્રી આપવામાં નહોતી આવી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા હાથ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પીંજરા પણ અંદર લઈ જવામાં આવ્યા હતા.
નવા સચિવાલયની બહાર કર્મચારીઓની ભીડ
ગાંધીનગરઃ દીપડો નવા સચિવાલયમાં, બહાર કર્મચારીઓની ભીડ
IamGujarat द्वारा इस दिन पोस्ट की गई रविवार, 4 नवंबर 2018
સચિવાલયમાં દીપડાની તપાસના કારણે કર્મચારીઓને સંકૂલની બહાર અટકાવી દેવામાં આવ્યા હતા જેના કારણે રસ્તા પર મોટી સંખ્યામાં કર્મચારીઓનો જમાવડો થઈ ગયો હતો. જોકે, અંતે તમામ કર્મચારીઓને તપાસ બાદ અંદર જવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2AMsV4d
No comments:
Post a Comment