Latest

Wednesday, November 14, 2018

હિટમેન રોહિત શર્માને શાહરૂખ ખાને આપ્યું આ વચન

સોશિયલ મીડિયા પર બંને સ્ટારે કરી આ વાત

નવી દિલ્હીઃ બોલીવૂડના કિંગ ખાન શાહરૂખે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને લાઈવ પર્ફોમન્સનું વચન આપ્યું હતું. વાત મૂળ એ હતી કે, રોહિત શર્માએ કિંગ ખાનની ફિલ્મ બાઝીગરનું સુપરહિટ સોંગ ‘યે કાલી કાલી આંખે’ પર લાઈવ પર્ફોમન્સ આપવા માટે શાહરૂખ ખાનને વિનંતી કરી હતી. તેથી હવે શાહરૂખે આ રિક્વેસ્ટ સ્વીકારીને પર્ફોમન્સ આપવાનું વચન આપ્યું છે. બંને સ્ટાર વચ્ચે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર ખૂબ વાતચીત થઈ હતી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

રોહિતને ગમે છે શાહરૂખની આ ફિલ્મ

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડની ફિલ્મ બાઝીગર રીલિઝના 25 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતા શાહરૂખ ખાને એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આ સાથે આ ફિલ્મની સફળતા માટે ફિલ્મ સાથે જોડાયેલા દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. કિંગખાનના ફેન્સે ખૂબ પ્રશંસા કરી સાથોસાથ ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, બાઝીગર તેમની ફેવરીટ ફિલ્મ છે.

અહીં કિંગખાન લાઈવ પર્ફોમ કરશે

કિંગ ખાને રોહિત શર્માના ટ્વિટર પોસ્ટનો જવાબ આપતા કહ્યું હતું કે, તે આગામી આઈપીએલ સિઝનમાં ‘યે કાલી કાલી આંખ’ ગીત પર લાઈવ પર્ફોમ કરીને બતાવશે. કિંગખાને રોહિત પ્રત્યે પોતાની લાગણી પણ વ્યક્ત કરી હતી. રોહિતે શાહરૂખ ખાનને એ પણ વિનંતી કરી કે, તેઓ કોલકાત્તાના ઈડન ગાર્ડનમાં આ ગીત પર લાઈવ પર્ફોમ કરે. કોલકાત્તાનું ઈડન ગાર્ડન રોહિત શર્માનું ફેવરીટ ક્રિકેટ ગ્રાઉન્ડ છે.

કોલકાત્તા નાઈટ રાઈડરના માલિક છે શાહરૂખ

આઈપીએલની ટીમ કોલકાત્તા નાઈટ રાઈડરના માલિક છે શાહરૂખ ખાન. ઈડન ગાર્ડન મેદાન પર જ રોહિત શર્માએ વન મેચમાં પોતાના 264 રન બનાવ્યા હતા. જે ઈન્ટરનેશનલ મેચમાં બેટ્સમેચનો સૌથી વધુ સ્કોર રહ્યો હતો. આ સાથે શાહરૂખે નિર્માતા અબ્બાસ મસ્તાન, કાજોલ અને શિલ્પા શેટ્ટીનો વિશેષ આભાર માન્યો હતો.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2zTpE1z

No comments:

Post a Comment

Pages