ખુશ થયાં ભારતીય ફેન્સ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે કોલકાતા ટી-20 દરમિયાન મેદાનમાં એક એવી ઘટના બની જેને જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. જોકે, તેના પર ભારતીય ફેન્સ ખુબ જ ખુશ થયાં હતાં. મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. જે તેના માટે સફળ રહ્યો હતો. 16 રનના સ્કોર પર પહેલી વિકેટમાં ઓપનર દિનેશ રામદિન (2)ની પહેલી વિકેટ પડી હતી. થોડા સમય પછી સાઈ હોપ નાટકીય રીતે આઉટ થયો હતો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ખલીલ અહમદની ઓવરમાં થઈ ગડબડ

ઈનિંગની ચોથી ઓવરમાં પોતાની પહેલી મેચ રમી રહેલો ખલીલ અહમદ બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના પહેલા બોલ પર વિન્ડીઝના બેટ્સમેન સાઈ હોપે મિડવિકેટ તરફથી રમીને ઝડપથી એક રન લેવા માટે ભાગ્યો. બીજી ક્રીઝ પર શિમરોન હેટમેયરે લોકેશ રાહુલની ચપળતા જોઈને પરત નોનસ્ટ્રાઈકિંગ એન્ડ તરફ દોડ્યો હતો. બીજી તરફ સાઈ હોપ પણ એ જ એન્ડ તરફ દોડ્યો હતો.
જુઓ વીડિયો
— GreatDingo (@GreatDingo007) November 4, 2018
લોકેશ રાહુલે બોલ વિકેટ કીપર દિનેશ કાર્તિકને આપી. જોકે, બોલ દૂર હોવાના કારણે તે પકડી શક્યો નહોતો. જોકે, પહેલાથી જ સાવચેત મનીષ પાંડેએ સ્ટમ્પ વિખેરી નાખ્યાં હતાં. આ રીતે હોપ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 10 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યાં હતાં.
No comments:
New comments are not allowed.