Latest

Sunday, December 2, 2018

જુઓ, એન્જિન વિનાની ટ્રેન 180ની સ્પીડે દોડી

દેશની પ્રથમ સૌથી વધુ સ્પીડ ધરાવતી ટ્રેન

નવી દિલ્હીઃ ભારતીય રેલવેની પ્રથમ એન્જિન વગરની ટ્રેને સ્પીડના મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ટ્રેન 18 ટ્રાયલ દરમિયાન 180 કિમી/કલાકથી વધારે સ્પીડથી દોડી હતી. આમ તે દેશની સૌથી વધુ ગતિથી દોડનારી ટ્રેન બની ગઈ છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 220 કિમી/કલાક થઈ શકે છે. આ પહેલા ભારતના રેલવે ટ્રેક પર ટેલ્ગો ટ્રેને 180 કિમી/કલાકની સ્પીડ પકડી હતી. આ ટ્રેન સ્પેનની હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

ગતિમાન એક્સપ્રેસ

હાલમાં ભારતમાં સૌથી ઝ઼ડપી ટ્રેનમાં પ્રથમ ક્રમે ગતિમાન એક્સપ્રેસનું નામ છે. જે દિલ્હીથી ઝાંસી વચ્ચે દોડી રહી છે. જેની સૌથી વધારે સ્પીડ 160 કિમી/કલાક છે. નેક્સ્ટ જનરેશનના નામથી ઓળખાતી આ ટ્રેન 18ની ટ્રાયલ દિલ્હી-મુંબઈ રૂટ પર ચાલી રહી છે. શનિવારે ટ્રાયલ દરમિયાન 170 કિમી/કલાકની સ્પીડે દોડો હતી. રવિવારે આ ટ્રેને આ રેકોર્ડ બનાવ્યો હતો. રેલમંત્રી પીયૂષ ગોયેલે એક વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે, આટલી સ્પીડમાં દોડવા છતાં ટ્રેનમાં કોઈ પ્રકારનો જર્ક નથી આવતો. જેનું ઉદાહરણ આપતા એક પાણીની બોટલ વીડિયોમાં દેખાડવામાં આવી રહી છે.

ચેન્નઈમાં તૈયાર થયા છે કોચ

ચેન્નઈની ઈન્ટીગ્રલ ફેક્ટરીમાં બનેલી આ ટ્રેનને દોડાવવા માટે કોઈ એન્જિનની જરૂર નથી. જેના પ્રથમ કોચમાં જ ડ્રાઈવિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં બેસવાની 44 સીટ છે. આખી ટ્રેન કોમ્પ્યુટરાઈઝડ છે. બ્લુટે ટ્રેનના કોનસેપ્ટ પર આ ટ્રેન તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનને બનાવવામાં રૂ. 100 કરોડનો ખર્ચ થયો છે. 18 મહિનામાં ટ્રેન તૈયાર કરવામાં આવી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Q4hjmm

No comments:

Post a Comment

Pages