ચાલી રહ્યું છે મિનારાને સીધો કરવાનું કામ

પીસા: પોતાના નમી ગયેલા સ્ટ્રક્ચર માટે જાણીતો પીસાનો મિનારો હવે સીધો કરવાનો નિર્ણય લેવાયો છે. ઈટાલીમાં અદભૂત એન્જિનિયરિંગના દમ પર તેને સીધો કરવામાં આવી રહ્યો છે. એન્જિનિયરોના વર્ષો સુધી ચાલેલા મહત્વાકાંક્ષી કામ બાદ હવે ઐતિહાસિક મિનારો ઢળવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. જોકે, દર વર્ષે અહીં આવતા લાખો પ્રવાસીઓ માટે 56 મીટર ઊંચો આ મિનારો હજુ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
1990માં મિનારો બંધ કરી દેવાયો હતો

વર્ષ 1173માં જ્યારે આ મિનારાનું નિર્માણ કામ શરૂ થયું, ત્યારે એક તરફ નમી ગયો. તેની ‘પાસાના ઢળતા મિનારા’ તરીકે ઘણી ચર્ચા થઈ. આ મિનારાને સુરક્ષા કારણોથી 11 વર્ષ માટે 1990માં સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયો હતો, કેમકે તે 15 ફૂટ જેટલો નમી ગયો હતો, જેના કારણે તે જમીનદોસ્ત થઈ જવાનો ખતરો ઊભો થઈ ગયો હતો.
આ રીતે મિનારાને ઢળતો અટકાવાયો

પીસાના મિનારાની દેખરેખ કરનારી ઓપીએના ટેકનિકલ ડાયરેક્ટર સેલાએ જણાવ્યું કે, ‘અમે જે તરફથી મિનારો નમી રહ્યો છે, ત્યાં જમીનમાં ઘણી ટ્યૂબ લગાવી. અમે સાવચેતીથી ખોદીને માટી હટાવી. આ રીતે અમે અડધી ડિગ્રી સુધીનો ઢળાવ ઓછો કરી દીધો.’
25 વર્ષથી આ વ્યક્તિ કરી રહી છે મિનારાની સ્ટડી

પીસા યુનિવર્સિટીના એન્જિનિયરિંગ લેક્ચરર નુનજિયાંતે સ્ક્વેગ્લિયા છેલ્લા 25 વર્ષથી મિનારાનો સ્ટડી કરી રહ્યા છે અને તેનું માપ લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2001 સુધીમાં મિનારો 41 સેન્ટિમીટર સુધી સીધો કરી લેવાયો અને તે પછી અન્ય ચાર સેન્ટિમીટર સુધી સીધો કરાયો. આ દરમિયાન, સેલાએ ભવિષ્યવાણી કરી કે, આ ટાવર ‘આ ટાવર ક્યારેય સંપૂર્ણ રીતે સીધો નહીં થાય.’
from Page Array – I Am Gujarat https://ift.tt/2RtVARF
No comments:
Post a Comment