કેમ માલદીવ છે બધાનું ફેવરિટ?

તમે ઘણી વખત બોલિવુડ સેલિબ્રિટીઝની માલદીવમાં વેકેશન વિતાવતી તસવીરો જોઈ હશે. હાલમાં જ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર માલદીવથી તસવીરો શેર કરી હતી. આ પહેલા સોનાક્ષી સિન્હા, રાધિકા આપ્ટે, કરીના કપૂર અને તેનો પરિવાર પણ માલદીવમાં વેકેશન માટે ગયો હતો. જાણી લો કે કેમ સેલેબ્સનું મનપસંદ ડેસ્ટિનેશન બન્યું છે માલદીવ.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
વીઝા ઓન અરાઈવલ

વેકેશન માટે માલદીવ ભારતીયોનું પસંદગીનું સ્થળ છે કારણકે અહીં ભારતીયોને વીઝા ઓન અરાઈવલ મળે છે. એટલે કે માલદીવ જવા માટે તમારે પહેલા વીઝા લેવાની જરૂર નથી હોતી. માલદીવ પહોંચીને તમે પાસપોર્ટ બતાવીને વીઝા લઈ શકો છો.
ખૂબસુરત અને રોમેન્ટિક છે માલદીવ

માલદીવ પરફેક્ટ રોમેન્ટિક ડ્રીમ આઈલેન્ડ છે. અહીંના બીચની ખૂબસુરતી દુનિયાભરમાં વખણાય છે. માલદીવના બીચ પર તમને એકદમ સ્વસ્છ સમુદ્રનું પાણી જોવા મળશે. અહીં બીચ પર બેસીને સનસેટ જોવાની મજા જ અલગ છે.
વોટર સ્પોર્ટ્સની મજા

અહીંના બીચ એકદમ સાફ છે. અહીં તમે કલાકો સુધી સન બાથ અને સ્વિમિંગની મજા માણી શકો છો. આ સિવાય માલદીવમાં વોટર સ્પોર્ટ્સ અને અંડર વોટર એક્ટિવિટીઝ પણ કરી શકાય છે.
સીધી ફ્લાઈટ

મુંબઈ અને દિલ્હીથી માલદીવની રાજધાની માલે માટે ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ થઈ છે. દિલ્હીથી માલે માટે અઠવાડિયામાં બે વાર ફ્લાઈટ ઓપરેટ થાય છે જ્યારે મુંબઈથી અઠવાડિયામાં ત્રણ વાર માલે માટે ફ્લાઈટ ઉપડે છે. અગાઉ દિલ્હી અને મુંબઈથી માલે જવા માટે ફ્લાઈટ કોચ્ચિ કે કોલંબોમાં ઊભી રહેતી હતી અને અહીંથી કનેક્ટિંગ ફ્લાઈટ મળતી જેમાં 1-2 કલાકનો સમય લાગતો.
કરન્સીમાં વધુ ફરક નથી

માલદીવની કરન્સી ભારતીય રૂપિયા કરતાં વધુ મજબૂત છે પરંતુ બંને વચ્ચે ખાસ ફરક નથી. માલદીવનો 1 રૂફિયો ભારતના 5 રૂપિયા બરાબર છે. એટલે અહીં વેકેશન વિતાવવું બહુ ખર્ચાળ નથી.
આ કનેક્શન પણ છે

માલદીવમાં રહેતા ભારતીયોની સંખ્યા 25 હજાર છે. અહીં રહેતી આ બીજી સૌથી મોટી કમ્યુનિટી છે. માલદીવમાં દર વર્ષે જેટલા ટુરિસ્ટ આવે છે તેમાંથી 6 ટકા ભારતીયો હોય છે. ભારત અને માલદીવ વચ્ચે ભાષા, કલ્ચર અને ધાર્મિક લિંક પણ છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2zByvFG
No comments:
Post a Comment