ચાલ જીવી લઈએનું ગીત રીલીઝઃ

સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને તો સરસ રિસ્પોન્સ મળ્યો જ છે પણ સાથે સાથે ફિલ્મના ગીતો પણ પોપ્યુલર થઈ રહ્યા છે.
સચિન જીગરનું સંગીતઃ

આ ફિલ્મમાં સચિન જીગરે મધુર સંગીત આપ્યું છે. પિતા-પુત્ર વચ્ચેના બોન્ડને દર્શાવતું એક ગીત પા પા પગલી ખાસ્સુ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ગીત સોનુ નિગમે ગાયુ છે અને ઉત્તરાખંડના સરસ લોકેશન્સ પર શૂટ થયુ છે.
આ કારણે ખાસ છે ફિલ્મઃ

કોકોનટ મોશન્સ પિક્ચર્સ અને રશ્મિન મજિઠિયાની આ ફિલ્મ ઉત્તરાખંડમાં શૂટ થયેલી પહેલી ગુજરાતી ફિલ્મ છે અને તે પિતા-પુત્રના સંબંધો પર આધારિત છે. ફિલ્મ આ શુક્રવારે રીલીઝ થવા જી રહી છે.
જુઓ પા પા પગલી ગીતનો Video:
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WuCNIT
No comments:
Post a Comment