Latest

Monday, January 7, 2019

શાનદાર જીત બાદ કેપ્ટન કોહલીએ ટીમ ઈન્ડિયાને ગ્રાઉન્ડ પર જ નચાવી, જુઓ વીડિયો

ભારતીય ટીમની ઐતિહાસિક જીત

ભારતીય ક્રિકેટ ટીમે 72 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ સીરીઝ જીતીને ક્રિકેટ ઈતિહાસમાં સુવર્ણ અધ્યાય લખ્યો છે. સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ખરાબ હવામાન અને વરસાદને કારણે ડ્રો થઈ છે. મતલબ ભારતે 2-1થી સીરીઝ પોતાના નામે કરી છે. સાથે જ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી પોતાના કબ્જામાં રાખી છે. ભારતે 2017માં હોમ ગ્રાઉન્ડ પર સીરીઝ 2-1થી જીતીને આ ટ્રોફી જીતી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

ટીમ ઈન્ડિયાએ મેદાનમાં જ મનાવ્યું જશ્ન

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની બ્રિગેડ સાથે મેદાન પર જ ડાન્સ કર્યો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઓફિશિયલ વેબસાઈટ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જ્યારે વિરાટને પૂછવામાં આવ્યું કે આ ડાન્સ સ્ટેપનો મતલબ શું હતો ત્યારે કહ્યું કે, “ઋષભને પૂછો તેણે શરૂ કર્યું અને અમે જોડાયા. આ સ્ટેપ્સ ઈઝી હતો અને મજા પણ આવી. તમે જોઈ શકો છો કે પૂજારા આ સરળ સ્ટેપ પણ ન કરી શકો. કેટલું સાદું જીવન છે તેનું તમે જોઈ શકો છો.” વિરાટે આ દરમિયાન પૂજારાની હળવી મજાક પણ કરી.

વિરાટ બ્રિગેડે અપાવી જીત

જણાવી દઈએ કે, ભારતે આઝાદી મેળવ્યાના થોડા દિવસ બાદ પ્રથમ વખત 1947-48માં લાલા અમરનાથની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ઈન્ડિયન ટીમ સર ડૉન બ્રેડમેનની ઓસ્ટ્રેલિયન ટીમ સામે મેચ રમી હતી. ત્યારથી લઈને આજ સુધી ભારતને સીરીઝ જીતવાનો ઈંતેજાર હતો જે કોહલીની ટીમે પૂરો કર્યો.

3-1થી જીત્યા હોત પણ વરસાદ નડ્યો

ભારત પાસે સીરીઝ 3-1થી જીતવાની તક હતી પરંતુ વરસાદે આશાઓ પર પાણી ફેરવી નાખ્યું. ભારતે પ્રથમ ઈનિંગ 7 વિકેટે 622 રન બનાવીને જાહેર કરી દીધી. ત્યારે ઓસ્ટ્રેલિયા 300 રને આઉટ થઈ ગયું અને છેલ્લા 30 વર્ષમાં પહેલીવાર પોતાની જ ધરતી પર ફોલોઓન માટે ઉતરવું પડ્યું. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 6 રન બનાવ્યા. વરસાદના કારણે પાંચમા અને અંતિમ દિવસની ગેમ રમી ન શક્યા એટલે અમ્પાયર્સે લંચ બાદ મેચ ડ્રો કરવાનો નિર્ણય લીધો.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2RAAmEX

No comments:

Post a Comment

Pages