Latest

Saturday, January 26, 2019

Redmi Note 7ની સ્ક્રીન પર કાપ્યા ફ્રૂટ્સ, ગજબ મજબૂત છે ફોન એક સ્ક્રેચ પણ ન પડ્યો

ખૂબ મજબૂત છે રેડમી નોટ 7

નવી દિલ્હી: ચાઈનીઝ સ્માર્ટફોન મેકર કંપની શાઓમીએ જ્યારથી રેડમી નોટ 7 ઈન્ટ્રોડ્યુસ કર્યો છે ત્યારથી ફોનની મજબૂતી સાબિત કરતા વીડિયો કંપની તરફથી પોસ્ટ કરાઈ રહ્યા છે. આ પ્રમોશનલ વીડિયો ફની તો છે સાથે જ આશ્ચર્યમાં મૂકે તેવા છે. થોડા દિવસ પહેલા ફોનથી અખરોટ તોડવાનો એક વીડિયો સામે આવ્યો હતો ત્યારબાદ ફોન પગથિયા પરથી પાડવાનો વીડિયો શેર કરવામાં આવ્યો. બંને વીડિયોમાં ફોનને કોઈ જ નુકસાન નહોતું થયું.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

CEOએ ફોનને બનાવ્યું ચોપિંગ બોર્ડ

હવે કંપનીએ નવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કંપનીના CEO લૂ વીબિંગ આ ફોનનો ચોપિંગ બોર્ડ તરીકે ઉપયોગ કરે છે. ફોન ઉપર ઘણા બધા ફ્રૂટ્સ કાપે છે. તેમ છતાં ફોનને કોઈપણ નુકસાન પહોંચ્યું નથી. ફોનમાં ગોરિલ્લા ગ્લાસ 5 લગાવવામાં આવ્યો છે. ત્યારે બેશક આ ફોન જેવી મજબૂત જૂજ ફોનમાં જોવા મળે છે.

Redmi Note 7ના સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં 6.3 ઈંચનું ડિસ્પ્લે છે. વોટરડ્રોપ નોચ ડિઝાઈન સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. આ ફોનમાં 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના રિયર કેમેરા છે. આ ફોનના ફ્રંટમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ફોનને પાવર આપવા માટે 4000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી દોઢ દિવસ સુધી ચાલશે.

ત્રણ રેમ ઓપ્શન મળશે

Redmi Note 7માં Type-C USB ચાર્જિંગ ઓપ્શન છે. ફોનમાં ક્વોલકોમ ક્લિક ચાર્જ 4.0 સપોર્ટ સિવાય હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે. રેડમી નોટ 7માં ત્રણ રેમ ઓપ્શન (3GB, 4GB અને 6GB) આપવામાં આવ્યા છે. સ્ટોરેજની વાત કરીએ તો 32GB/64GBનો વિકલ્પ છે. આ ફોનની પાછળની તરફ ગ્લાસ ડિઝાઈન છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Wimyyh

No comments:

Post a Comment

Pages