Latest

Friday, March 29, 2019

પહલાજ નિહલાણીએ મને અન્ડરગાર્મેન્ટ્સ વિના શૂટ કરવાનું કહ્યું હતું – કંગના રનોત

કંગનાનું વધુ એક વિવાદિત નિવેદન

કંગના રનોત બોલિવૂડની ‘ક્વિન’ના નામે ઓળખાય છે. આ ઉપરાંત કંગનાએ ‘તનુ વેડ્સ મનુ’ અને ‘મણિકર્ણિકા’માં શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. મણિકર્ણિકા તો તેણે પોતે ડિરેક્ટ પણ કરી છે. કંગના પોતાની એક્ટિંગ ઉપરાંત બોલ્ડ નિવેદનોને કારણે હંમેશાં ચર્ચાઓમાં રહે છે. હવે આવું જ એક નિવેદન તેના તરફથી આવ્યું છે જેનાથી ખળભળાટની સાથે વિવાદ સર્જાય તેવી શક્યતા છે. આ વખતે કંગનાના નિશાના પર આવ્યા છે સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાણી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

નિહલાણીએ અન્ડરગારમેન્ટ્સ વિના ફોટોશૂટ કરવા કહ્યું

કંગનાએ મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના સ્ટ્રગલના દિવસો વિશે જણાવતા કહ્યું કે, ‘ફેક્ટ એ છે કે, લોકો મળે છે, તમને પ્રૉમિસ કરે છે તે તમને ગાઈડ કરશે – હેલ્પ કરશે. પહલાજ નિહલાણીએ મને એક ફિલ્મ ઑફર કરી હતી. આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું હતું – I Love You Boss. આ ફિલ્મ માટે એક ફોટોશૂટ થયું હતું જેના માટે તેમણે મને Robe પહેરવા કહ્યું હતું અને તેમાં અન્ડરગારમેન્ટ્સ શામેલ નહોતા.

‘મારું કેરેક્ટર સૉફ્ટ પૉર્ન જેવું હતું’

મને એવો રોલ આપવામાં આવ્યો હતો જે બોસ પ્રત્યે લસ્ટ ધરાવે છે. આ એક રીતે સૉફ્ટ પૉર્ન કેરેક્ટર જેવું હતું. મેં કહ્યું કે, હું આ નહીં કરી શકું. મારા માતા-પિતા આ જ બાબતો વિશે મને કહેતા હતા. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઈ અને ભાગી ગઈ, મેં મારો નંબર બદલી નાખ્યો.’

‘ગેંગસ્ટર’થી મળ્યો બ્રેક

કંગના આગળ જણાવે છે કે, ‘આ બધાની વચ્ચે હું ઑડિશન આપતી રહી અને 2006માં મને અનુરાગ બસુની ફિલ્મ ગેંગસ્ટરમાં કામ મળી ગયું. આ ઉપરાંત મેં અન્ય એક ફિલ્મ – Pokiri માટે ઑડિશન આપ્યું હતું. બંને ફિલ્મોની એકસાથે ઑફર આવી. મેં ગેંગસ્ટરને પસંદ કરી. જોકે, પોકિરી પણ હિટ રહી હતી અને બાદમાં મેં પુરી સર સાથે કામ કર્યું હતું.’



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2UdDNCT

No comments:

Post a Comment

Pages