Latest

Tuesday, April 30, 2019

એન્જિનિયર યુવતીએ ઉતાર્યું 23 કિલોગ્રામ વજન, જાણો કેવી રીતે?

માત્ર 14 મહિનામાં ઉતાર્યું 23 કિલોગ્રામ વજન

રિતિકા ત્રિવેદી નામની આ સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ઉતાર્યું 23 કિલોગ્રામ વજન, તેની ઉંમર 25 વર્ષ છે અને માત્ર 14 મહિનામાં તેણે તેનું 23 કિલોગ્રામ વજન ઉતાર્યું છે. જ્યારે તેનું વજન 75 કિલોગ્રામ હતું ત્યારે જ તેણે વજન ઉતારવાનું નક્કી કર્યું હતું. આ યુવતી જાડી હતી ત્યારે તેની સાઈઝના કપડાં તેને નહોતા મળતા માટે તેણે વજન ઉતારવાનું નક્કી કર્યું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

જાણો તેની વજન ઉતારવાની પ્રક્રિયા

વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન આ યુવતી દરરોજ સવારે કેળા અથવા 2 ઈંડા ખાતી હતી. લંચ દરમિયાન તે માત્ર ઘરે બનાવેલું જ જમતી હતી, જેમાં તે ખાસ ભાત ખાતી હતી. તે દરરોજ ખાંડ વગરની ચા સાથે 10 બદામ ખાતી હતી. ડિનર દરમિયાન તે શેકેલા પનીર સાથે બાફેલા શાકભાજી ખાતી હતી, તેમજ બ્રેડ ઉપર પીનટ બટર લગાવીને ખાતી હતી. તે દરરોજ વર્કઆઉટ કરતા પહેલા 1 કપ બ્લેક કોફી પીતી હતી અને વર્ક આઉટ બાદ પ્રોટીન શેક પીતી હતી. ભૂલ્યા વગર દરરોજ વર્કઆઉટ કરતી હતી.

વજન ઉતારવા માટે કસરત કરવી જરૂરી

આ એન્જિનિયર યુવતી તેના સ્માર્ટફોનમાં તેનો વધારે વજનવાળો ફોટો રાખતી હતી કે જે જોતા જ તેને દરરોજ એવું યાદ આવતું હતું કે હવે વજન ઉતારવું પડશે. તે જણાવે છે કે વજન ઉતારવા માટે દરરોજ કસરત કરવાની સાથે ભોજન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે.

જંકફૂડ ખાવાનું બંધ કરી દો

રિતિકા ત્રિવેદી નામની આ એન્જિનિયર યુવતી જણાવે છે કે વજન ઉતારવા માટેની પહેલી શરત એ છે કે બહારનું જમવાનું અને તેમાં પણ ખાસ કરીને જંકફૂડ ખાવાનું બંધ કરી દો. મને યાદ નથી કે છેલ્લે મેં ક્યારે બર્ગર ખાધો હતો.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2vrsrgj

No comments:

Post a Comment

Pages