Latest

Friday, April 12, 2019

25 વર્ષ બાદ પોલીસના રોલમાં જોવા મળશે રજનીકાંત, રિલીઝ થયું ‘દરબાર’નું પોસ્ટર

ફિલ્મ ‘દરબાર’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું

રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, રજનીકાંત આ ફિલ્મમાં પોલીસવાળાની ભૂમિકામાં જોવા મળશે. રજનીકાંતની સાથે આ ફિલ્મમાં નયનથારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન એ. આર. મુરુગાદોસ કરી રહ્યા છે. આ ફિલ્મ રજનીકાંતની 167મી ફિલ્મ હશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પોલીસના રોલમાં જોવા મળશે રજનીકાંત

આ ફિલ્મનું શૂટિંગ 10 એપ્રિલના રોજ શરૂ થઈ ગયું છે અને ત્યારે જ આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રજનીકાંત પોલીસનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મના ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ અગાઉ ગજિની, હોલિડે અને અકિરા જેવી બોલિવૂડ ફિલ્મો પણ બનાવી ચૂક્યા છે.

મુંબઈના ક્રાઈમ આધારિત હશે આ ફિલ્મની વાર્તા

આ ફિલ્મ ‘દરબાર’ વર્ષ 2020માં પોંગલના તહેવાર પર રિલીઝ કરવામાં આવશે. રજનીકાંત આ ફિલ્મમાં સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મના પોસ્ટરમાં રજનીકાંતની સાથે ક્રાઈમ સીન, પોલીસ બેલ્ટ, ટોપી, બુલેટ અને ગેટવે ઓફ ઈન્ડિયા જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મની વાર્તા મુંબઈના ક્રાઈમ પર આધારિત હશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2IffVZI

No comments:

Post a Comment

Pages