દરેક જગ્યાએ ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ની ચર્ચા

‘એવેન્જર્સ એન્ડગેમ’ રિલીઝ થઈ ત્યારથી દરેક જગ્યાએ તેની જ ચર્ચા થઈ રહી છે. એવેન્જર્સના ફેન્સ અત્યાર સુધીની બેસ્ટ મૂવી ગણાવી રહ્યા છે. ફિલ્મ જોવા માટે એટલો ક્રેઝ છે કે કેટલાય દિવસો સુધીનું એન્ડવાન્સ બુકિંગ ફૂલ થઈ ગયું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
યુવક ફિલ્મનું સસ્પેન્સ જાહેર કરતો હતો

ડેઈલી મેલના એક રિપોર્ટ મુજબ હોંગકોંગમાં સિનેમા હોલની બહાર એક યુવકને લોકોએ માર માર્યો કારણ એટલું હતું કે તે ફિલ્મ જોવા જઈ રહેલા લોકોને ફિલ્મનું સસ્પેન્સ બુમો પાડીને જાહેર કરતો હતો. એવેન્જર્સ ફેન્સે તે યુવકને પકડી માર માર્યો હતો.
21 ફિલ્મનો અંત જોવા મળશે આ ફિલ્મમાં
એવેન્જર્સઃ એન્ડગેમ છેલ્લા 11 વર્ષમાં આવેલા 21 ફિલ્મોનો અંત છે. જેથી દર્શકોમાં આ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેટલાક થિયેટર્સમાં આ ફિલ્મ માટે 24 કલાક શો ચલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દર્શકો પણ ફિલ્મ જોવા માટે વધારે પૈસા ચૂકવી ટિકિટ ખરીદી રહ્યા છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2PxEke1
No comments:
Post a Comment