ટોયોટા લોન્ચ કરશે નવી કાર ગ્લેન્ઝા

નવી દિલ્હીઃ ટોયોટા-સુઝુકીની વચ્ચે એગ્રીમેન્ટ મુજબ ટોયોટા ગ્લેન્ઝા પહેલું શેયર્ડ મોડલ હશે. એટલે કે બંને કંપનીઓ વચ્ચે થયેલા કરાર પછી સૌથી પહેલા Toyota Glanza લોન્ચ કરશે. ટોયોટા ગ્લેન્ઝા મારુતિની હેચબેક બલેનો પર બેસ્ડ હશે. ટોયોટાએ પોતાની વેબસાઈટ પર એક ટીઝર લોન્ચ કર્યું છે. ટીઝરમાં કારના નામ ઉપરાંત કારની ઝલક પણ દેખાડવામાં આવી છે. ટોયોટા ગ્લેન્ઝા મારુતિ બલેનો સાથે મળતી આવે છે. આ બંને કારમાં અંતર રાખવા માટે ગ્લેન્ઝામાં કેટલાક ફેરવાર કરવામાં આવી શકે છે. આ કારને જૂનના પહેલા વીકમાં લોન્ચ કરવામાં આવશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
1.2 લીટરનું ફોર સિલિન્ડર એન્જિન

ટોયોટા તરફથી રજૂ કરવામાં આવેલા ટિઝરમાં ગ્લેન્ઝાનો લિમિટેડ વ્યૂ જ જોઈ શકાય છે. ટિચરમાં કારની રિયર-સાઈડ દેખાડવામાં આવી છે. હાલમાં ગ્લેન્ઝાને ભારતીય માર્કેટમાં જ વેચવામાં આવશે પરંતુ કરાર મુજબ પછીથી ડેવલેપિંગ માર્કેટમાં તેને લોન્ચ કરી શકે છે. ગ્લેન્ઝાને બે પેટ્રોલ વેરિયન્ટમાં લોન્ચ કરી શકે છે. આ કારમાં બલેનો જેવું 1.2 લીટરનું ફોર-સિલિન્ડર એન્જન હશે. 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન મળશે, જ્યારે CVT ગિયરબોક્સનું પણ ઓપ્શન મળશે.
પાંચ કલરમાં આવી શકે છે ગ્લેન્ઝા
ટોયોટા ગ્લેન્ઝા ડીઝલ મોડલની હાલ કોઈ જાહેરાત નથી કેમ કે મારુતિ સુઝુકીએ હાલમાં જ જાહેરાત કરી છે કે તેઓ 31 માર્ચ 2020થી ભારતમાં ડીઝલ કારનું વેચાણ બંધ કરી રહી છે. ગ્લેન્ઝા બાદ ટોયોટા, મારુતિ સુઝુકી અર્ટિગા, વિટારા બ્રેઝા અને સિયાઝના ક્રોસ-બેઝ્ડ વર્ઝન લાવી શકે છે. ટોયોટા ગ્લેનઝા ગ્રે, રેડ, બ્લૂ, સિલ્વર અને વ્હાઈટ કલર ઓપ્શનમાં કંપની લોન્ચ કરી શકે છે.
from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat http://bit.ly/2GDLhGl
No comments:
Post a Comment