મોહિતને પસંદ છે બાળકો

‘બડે અચ્છે લગતે હૈ’ અને ‘સસુરાલ ગેંદા’ ફૂલ જેવી સીરિયલમાં કામ કરીને ફેમસ થયેલા એક્ટર મોહિત મલ્હોત્રાને બાળકો ખૂબ જ પસંદ છે. તે અવારનવાર જાહેરમાં પણ બાળકો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી ચૂક્યો છે. તાજેતરમાં જ બાળકો પ્રત્યેના તેના લગાવના કારણે જ તે પોતાના ઘરે કામ કરવા આવતી મહિલાના બાળકના અભ્યાસનો ખર્ચો ઉઠાવી રહ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઉઠાવ્યો કામવાળીના દીકરાનો અભ્યાસ ખર્ચ

મોહિતે જણાવ્યું હતું કે,’મને બાળકો ખૂબ જ પસંદ છે. બાળકો અંગે હું મારી ભાવનાઓ પહેલા પણ વ્યક્ત કરી ચૂક્યો છું. જ્યારે હું બાળકોથી ઘેરાયેલો રહું છું ત્યારે મારા મનને શાંતિ મળે છે. એક દિવસ જ્યારે હું ઘરે હતો ત્યારે મેં ઘરે કામકાજમાં મદદ કરનાર મહિલાને મુશ્કેલીમાં જોઈ હતી. તે દિવસે કામ કરવામાં તે ખૂબ ભૂલો કરતી હતી. સામાન્ય રીતે તે રોજ આવું નથી કરતી.’
જાણો શું કહ્યું મોહિતે

મોહિતે આગળ ઉમેર્યું કે,’જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે જણાવ્યું કે આર્થિક રીતે તે પરેશાનીનો સામનો કરી રહી છે. જેની અસર તેના દીકરાના અભ્યાસમાં થઈ રહી છે. નવા બેચની શરુઆત થઈ રહી હતી અને તેની પાસે બાળકોની ફી ભરવાના રુપિયા નહોતાં. આ વાતથી મને અહેસાસ થયો કે એક મા પોતાના બાળકના અભ્યાસને લઈ કેટલી બેચેન છે. ત્યારે જ મેં નિર્ણય લીધો કે તેના દીકરાના અભ્યાસનો ખર્ચ હું ઉઠાવીશ.’
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UJvTNN
No comments:
Post a Comment