Latest

Monday, April 8, 2019

કોંગ્રેસની સભામાં ખાલી ખુરશીઓનું શૂટિંગ કરી રહેલા ફોટો જર્નાલિસ્ટ પર હુમલો

ચેન્નઈ: તમિળનાડુના વિરુદ્ધનગરમાં ચૂંટણી સભામાં ખાલી ખુરશીઓનો વિડીયો લેવાથી ભડકેલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફોટો જર્નાલિસ્ટ પર હુમલો કરી દીધો. ફોટો જર્નાલિસ્ટ પર હુમલાનો વિડીયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોને લઈને કોંગ્રેસની સામે લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. પોલીસે આ ઘટના અંગે ચાર શખસો સામે ફરિયાદ નોંધી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ગત શનિવારે કોંગ્રેસ દ્વારા વિરુદ્ધનગરમાં એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર માનિકમ ટાગોરના ચૂંટણી પ્રચાર માટે આયોજિત આ સભામાં તમિળનાડુ કોંગ્રેસ કમિટી (TNCC)ના પ્રમુખ કે એસ અલાગિરી પણ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન ખાલી ખુરશીઓનો વિડીયો ઉતારી રહેલા લઈ રહેલા તમિલ વીકલીના ફોટોગ્રાફર પર હુમલો કરવામાં આવ્યો હતો.

સૂત્રો મુજબ, આર એમ મુથુરાજ મિટિંગના સ્થળે ખાલી ખુરશીઓનો વિડીયો ઉતારી રહ્યા હતા. તે જોઈને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ મુથુરાજ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. જ્યારે મુથુરાજે તેમને જણાવ્યું કે, તે મીડિયા પર્સન છે, તો કોંગ્રેસના કેટલાક સભ્યોએ તેમને પકડી રાખ્યા અને અન્ય કેટલાક કાર્યકર્તાઓએ તેમને માર મારવાનું શરૂ કરી દીધું.

આ હુમલામાં મુથુરાજને મોં પર ઈજાઓ થઈ. આ જોઈને અન્ય પત્રકારો ત્યાં દોડી આવ્યા અને કોંગ્રેસના કાર્યકર્તાઓને ત્યાંથી દૂર કર્યા અને મુથુરાજને તેમના કબજામાંથી છોડાવ્યા.

મિટિંગ પુરી થઈ તે દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટના વિશે જાણ થતાં માનિકમ ટાગોર મુથુરાજને પોતાની કારમાં બેસાડીને લઈ ગયા અને ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરાવ્યા. માનિકમે આ ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું.

રવિવારે વિરુદ્ધનગરમાં પત્રકારોને સંબોધતા ટીએનસીસીના પ્રમુખ કે એસ અલાગિરીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. મુથુરાજને બાદમાં વિરુદ્ધનગરની સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

દરમિયાનમાં મુથુરાજની ફરિયાદને આધારે વિરુદ્ધનગર પોલીસે ચાર શખસો સામે ફરિયાદ નોંધી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2IiHEYV

No comments:

Post a Comment

Pages