ડ્રાય ફ્રૂટ કચોરી

જામનગરનું નામ લઈએ એટલે મગજમાં પહેલો શબ્દ આવે કચોરી. જામનગરની કચોરી વર્લ્ડ ફેમસ છે, તેમાં પણ ખાસ કરીને ડ્રાય ફ્રૂટ કચોરી. ડ્રાય ફ્રૂટ કચોરી ખાવાની મજા જ કંઈક અલગ છે. આ કચોરી હવે તમે ઘરે પણ બનાવી શકો છો. રીત એકદમ સરળ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કણક બાંધવા માટે

1 કપ મેંદાનો લોટ
1 ચમચી ઘઉંનો લોટ
1 ચમચી તેલ
સ્વાદાનુંસાર મીઠું
પાણી
સ્ટફિંગ બનાવવા માટે

1 ચમચી તેલ
1/2 હિંગ
1 ચમચી સફેદ તલ
10-12 કાજુ
10-12 બદામ
10-15 સૂકી દ્રાક્ષ
1 ચમચી ધાણા-જીરું પાઉડર
1/2 ચમચી ગરમ મસાલા
ચપટી આમચૂર પાઉડર
1/2 ચમચી વરિયાળી
1 ચમચી ખાંડ
સ્વાદાનુસાર મીઠું
દોઢ ચમચી આંબલીની પેસ્ટ
1/2 કપ ગાંઠીયાના ભૂકો
તળવા માટે તેલ
બનાવવાની રીત

એક બાઉલ લો. તેમાં મેંદાનો લોટ અને થોડો ઘઉંનો લોટ લઈ મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદાનુંસાર મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો. આ લોટમાં ધીમે-ધીમે પાણી ઉમેરતા થઈ સરસ રીતે પુરી વણાય તેવી કણક બાંધી લો. આ કણકને 10 મિનિટ માટે રેસ્ટ આપો.
બનાવવાની રીત

એક પેનમાં લો, તેમાં તેલ લઈ તેને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ ઉમેરો. વઘારે તતડી જાય એટલે તેમાં અધકચરાં ક્રશ કરેલા તલ, બદામની કરતણ, કાજુની કતરણ તેમજ સૂકી દ્રાક્ષ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, વરિયાળી, ક્રશ કરેલી ખાંડ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. આ મિશ્રણને ધીમા ફ્લેગ પર 30-40 સેકન્ડ માટે ચડવા દો. હવે આ મિશ્રણમાં આંબલીની પેસ્ટ અને ગાંઠીના ભૂકો ઉમેરી મિક્સ કરી લો. તો સ્ટફિંગ તૈયાર છે.
બનાવવાની રીત

હવે એક પેનમાં કચોરી તળવા માટે તેલ ગરમ થવા મુકી દો. મેંદાના લોટમાંથી નાની-નાની પુરીઓ મળી લો. હવે તેમાં મિશ્રણને સ્ટફ કરી વ્યવસ્થિત રીતે બંધ કરી લો. જેથી તળતી વખતે તે ખુલી ન જાય. હવે આ કચોરીને તેલમાં તળી લો. કચોરી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને પ્લેટમાં લઈ ગ્રીન ચટણી તેમજ આંબલીની ગળી ચટણી સાથે સર્વ કરો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2KEgb6B
No comments:
Post a Comment