Latest

Wednesday, April 17, 2019

‘મહેશ ભટ્ટે કંગના રનોટ પર ફેંક્યું હતું ચપ્પલ, બધાની સામે રડી હતી એક્ટ્રેસ’

ભટ્ટ પરિવાર પર ભડકી કંગનાની બહેન

કંગના રનોટ અને તેની બહેન રંગોલી ભટ્ટ પરિવાર પર નિશાન તાકવાની એક પણ તક છોડી રહી નથી. કંગના બાદ હવે તેની બહેન રંગોલી સોશિયલ મીડિયા પર સતત આલિયા ભટ્ટ, સોની રાઝદાન અને મહેશ ભટ્ટની નિંદા કરી રહી છે. આલિયા ભટ્ટ અને સોની રાઝદાનની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા બાદ રંગોલીએ દાવો કર્યો કે મહેશ ભટ્ટે ફિલ્મ ‘વો લમ્હે’ની સ્ક્રીનિંગ દરમિયાન કંગનાનું અપમાન કર્યું હતું અને તેના પર ચપ્પલ ફેંક્યું હતું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સોની રાઝદાને આપી પ્રતિક્રિયા

કંગનાએ આલિયા પર પ્રહાર કરતાં સોની રાઝદાને તેના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘મહેશ ભટ્ટે કંગનાને બ્રેક આપ્યો હતો અને તે વારંવાર તેમની પત્ની અને દીકરી પર પ્રહાર કરી રહી છે. હવે ખરાબ વ્યવહાર અને નફરત વિશે બોલવામાં બાકી શું બચ્યું છે’. જે બાદ તેમણે એક્ટ્રેસના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા.

રંગોલીએ કર્યો આવો દાવો

કંગનાની બહેન રંગોલીએ સોની રાઝદાનની ટ્વીટનો જવાબ આપ્યો અને દાવો કર્યો કે કંગનાએ જ્યારે મહેશ ભટ્ટની એક ફિલ્મ કરવાનો ઈનકાર કરી દીધો હતો ત્યારે તેમણે કેવી રીતે એક્ટ્રેસનું અપમાન કર્યું હતું. રંગોલીએ લખ્યું કે, ‘ડિયર સોની જી, કંગનાને બ્રેક મહેશ ભટ્ટે નહીં પરંતુ અનુરાગ બાસુએ આપ્યો હતો. મહેશ ભટ્ટ પોતાના ભાઈના પ્રોડક્શન હાઉસ માટે ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. તે વાત હંમેશા યાદ રાખજો કે તે પ્રોડક્શન હાઉસના માલિક નથી’.

મહેશ ભટ્ટ પર લગાવ્યો આરોપ

રંગોલીએ આગળ લખ્યું કે, ‘ફિલ્મ લમ્હે બાદ જ્યારે કંગનાએ તેમની ફિલ્મ ધોખા માટે એક સુસાઈડ બોમ્બરનો રોલ પ્લે કરવાની ના પાડી ત્યારે તેમણે એક્ટ્રેસનું અપમાન કર્યું સાથે જ જ્યારે તે લમ્હેના પ્રિવ્યૂ માટે થિયેટર પહોંચી તો તેમણે કંગના પર ચપ્પલ ફેંક્યું. તેમણે કંગનાને ફિલ્મ પણ જોવા દીધી નહીં. આ ઘટના બાદ કંગના મોટે-મોટેથી રડી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 19 વર્ષ હતી’.

કંગના પર ભડક્યા ફેન્સ

રંગોલીના આ દાવા પર સોની રાઝદાન કે મહેશ ભટ્ટની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તો બીજી તરફ તેના ફેન્સ પણ આ વાતને લઈને સોશિયલ મીડિયા પર બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. કોઈએ કંગનાને સપોર્ટ સપોર્ટ આપ્યો તો કોઈએ ધ્યાન ખેંચવા માટેની કંગનાની રીત ગણાવી, જેના માટે તે રંગોલીનો ઉપયોગ કરી રહી છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2GruDL2

No comments:

Post a Comment

Pages