Latest

Thursday, April 18, 2019

હનુમાન જયંતી પર બની રહ્યો છે ગજકેસરી યોગ, દેવામાંથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય

શુક્રવારે ઉજવાશે હનુમાન જયંતી

હિંદુ પંચાગ પ્રમાણે આ વખતે કેસરી નંદન હનુમાનનો જન્મોત્સવ 19 એપ્રિલે, શુક્રવારે ઉજવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ દિવસે હનુમાન જયંતી બે ખાસ નક્ષત્રોમાં થઈ રહી છે. વર્ષો બાદ બનેલી રહેલા જ્યોતિષ નક્ષત્રને ભક્તો માટે શુભ માનવામાં આવે છે.તમે આર્થિક તંગીથી છુટકારો મેળવવા માગો છો અથવા તો કોઈ મનોકામના પૂરી થાય તેમ ઈચ્છો છો તો આ દિવસે શુભ મુહૂર્તમાં આ રીતે કરો સંકટમોચન હનુમાનજીની પૂજા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

હનુમાન જયંતીનું શુભ મુહૂર્ત

હનુમાન જયંતી પર આ વખતે બે ખાસ જ્યોતિષ નક્ષત્ર યોગ બની રહ્યા છે. પહેલો ચિત્રા અને બીજો ગજકેસરી યોગ. પંચાંગ અનુસાર 18 એપ્રિલની રાત્રે 9.23 કલાકે ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થઈ જશે. આ નક્ષત્ર પછીના દિવસે એટલે કે 19 એપ્રિલે સાંજે 7.19 કલાક સુધી રહેશે. જ્યારે બીજું નક્ષત્ર ગજકેસરી સૂર્યોદય થતાની સાથે જ શરૂ થઈ જશે.

આ રીતે કરો હનુમાનજીની પૂજા?

હનુમાનજીની પૂજા અભિજિચત મુહૂર્તમાં કરો. ઉત્તર-પૂર્વ દિશામાં લાલ કપડું રાખો. હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામની મૂર્તિની પણ સ્થાપના કરો. હનુમાનજીને લાલ અને શ્રી રામને પીળા ફૂલ અર્પણ કરો. ભગવાનને લાડુનો ભોગ ધરાવો. પહેલા ભગવાન શ્રી રામના મંત્ર ‘રામ રામાય નમઃ’નો જાપ કરો. બાદમાં હનુમાનજીના મંત્ર ‘ॐ હં હનુમતે નમઃ’નો જાપ કરો.

દેવાથી મુક્તિ મેળવવાનો ઉપાય

હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીપ પ્રગટાવો. ભગવાનને લાડુનો ભોગ ધરાવો. આ બાદ હનુમાન ચાલીસાનો 11 વાર પાઠ કરો. શક્ય હોય તો ગળી વસ્તુઓનું દાન કરો.

આ રીતે મનોકામના થશે પૂર્ણ

હનુમાન જયંતી પર બનનારા ચિત્રા અને ગજકેસરી નક્ષત્રને શુભ ગણવામાં આવે છે. આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિને ખૂબ સારું ફળ મળે છે. આ સિવાય સુંદરકાંડનો પાઠ કરવાથી પણ ફાયદો થશે.



from I Am Gujarat http://bit.ly/2V5Bm5L

No comments:

Post a Comment

Pages