અજય દેવગણ પર ભડકી આ એક્ટ્રેસ

ભારતમાં #MeToo મૂવમેન્ટની શરૂઆત કરનારી એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હવે આલોકનાથ સાથે કામ કરવા પર અજય દેવગણને આડે હાથે લીધો છે. તનુ શ્રીએ એક ઓપન લેટરમાં લખ્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જુઠ્ઠાણાંથી ભરેલા લોકો પડ્યા છે. ઉલ્લેખનીય છે કે અજય દેવગણની આગામી ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં તેની સાથે આલોકનાથ જોવા મળશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આલોકનાથ સાથે કામ કરવા પર વરસી
I’m disturbed by all the happenings with regards to #MeToo. My company and I believe in providing women with utmost respect and safety. If anyone has wronged even a single woman, neither ADF nor I will stand for it.
— Ajay Devgn (@ajaydevgn) October 12, 2018
તનુશ્રીએ રેપના આરોપી આલોકનાથ સાથે કામ કરવાને લઈને અજય દેવગણ પર વાકબાણ વરસાવ્યા. #MeToo મૂવમેન્ટ વખતે અજય દેવગણે કહ્યું હતું કે જે પણ કંઈ થઈ રહ્યું છે તેનાથી તે પરેશાન છે. અજયે ટ્વીટ પણ કર્યું હતું અને લખ્યું હતું કે, ‘જે કંઈ થઈ રહ્યું છે તેનાથી હું પરેશાન છું. મારી કંપની અને હું માનું છું કે મહિલાઓને સન્માન અને સુરક્ષા મળવી જોઈએ. જો કોઈએ મહિલા સાથે ખોટું કર્યું છે તો હું અમે એડીએફ તેની સાથે નહીં ઊભા રહીએ’.
‘પીડિતાઓને સન્માન આપી શકાયું હોત’

તનુશ્રીએ કહ્યું કે, ‘શું ફિલ્મને એડિટ કરી આલોકનાથને બહાર કરી દેવા તે એટલું અઘરું કામ છે. ટ્રેલર અને પોસ્ટર આવ્યું તે પહેલા કોઈને નહોતી ખબર કે આ ફિલ્મમાં આલોકનાથ પણ છે. જો ફિલ્મમેકર્સ ઈચ્છતા હોત તો તેને રિપ્લેસ કર્યા હોત અને 10-12 દિવસમાં ફરી શૂટ કરી શક્યા હોત. આમ કરી વૃંતા નંદા અને તેના જેવી અનેક મહિલાઓને, કે જેનું આલોકનાથે જાતીય શોષણ કર્યું છે, તેને સન્માન આપી શકાયું હોત. પરંતુ નહીં, કથિત રેપિસ્ટને સાથ આપી આ લોકોએ વધારે ખરાબ વર્તન કર્યું છે’.
‘સમાજની પડખે ઊભા રહે તેવી લોકોની જરૂર’

તનુશ્રી દત્તાએ આગળ લખ્યું છે કે, ‘મને આશા છે કે બોલિવુડ એક દિવસ એવા લોકોથી આઝાદ થઈ જશે તેને લાખો લોકોનો પ્રેમ મળ્યો છે પરંતુ સામાજિક રીતે તેઓ ગેર-જવાબદાર છે. આપણે સારા હીરો-હીરોઈનની જરૂર છે. બોલિવુડને એવા પુરુષ અને મહિલાઓની જરૂર છે જેઓ દબાયેલા સમાજના લોકોના સન્માન માટે પડખે ઊભા રહી શકે’.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – I Am Gujarat http://bit.ly/2Pg1Egi
No comments:
Post a Comment