Latest

Wednesday, April 3, 2019

‘યે હૈ મહોબ્બતે’ની એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીનો બોલ્ડ લુક, જુઓ Photos

દિવ્યાંકાનો સ્ટાઈલિશ લુક

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી પોપ્યુલર સીરિયલ ‘યે હૈ મહોબ્બતે’ની એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ટેલિવુડમાં જાણીતું નામ છે. સીરિયલ સિવાય હાલ તે એક સિંગિગ રિયાલિટી શોને હોસ્ટ પણ કરી રહી છે. આ શોના દરેક એપિસોડમાં દિવ્યાંકામો સ્ટાઈલિશ લુક જોવા મળે છે. તે શો દરમિયાન વેસ્ટર્ન આઉટફિટમાં જ જોવા મળે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બોલ્ડ લુકમાં જોવા મળી એક્ટ્રેસ

થોડા દિવસ પહેલા જ દિવ્યાંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે Abhipraiના બ્લેક ગાઉનમાં જોવા મળી. દિવ્યાંકાએ વન-શોલ્ડર ગાઉન પહેર્યું છે, જેની ઉપર તરફ ફ્લોરલ ડિટેલિંગ આપવામાં આવી છે અને નીચે તે પ્લેન છે. આ ગાઉનમાં એમ્બેલિશ્ડ બેલ્ટ પણ છે. દિવ્યાંકાએ પોતાના લુકને વધારે સારો બનાવવા માટે હૂપ ઈયરરિંગ્સ પહેરી હતી સાથે જ પોની ટેઈલ લીધી હતી.

ફેન્સને પણ પસંદ આવી આ તસવીર

દિવ્યાંકાએ આ તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, ‘આજે મારો કલર બ્લેક છે. તમારો કલર કયો છે?’. જે બાદ તેના ફેન્સ પર કોમેન્ટમાં તેના ફેવરિટ કલર બતાવવા લાગ્યા. આ સિવાય દિવ્યાંકાએ સિંગર-કમ્પોઝર અરમાન મલિક સાથેની એક તસવીર પણ શેર કરી છે. જેમાં તે રાજ કપૂરના લુકમાં જોવા મળ્યો.

2016માં વિવેક સાથે કર્યા લગ્ન

દિવ્યાંકાએ 8 જુલાઈ 2016માં પોતાના હોમટાઉન ભોપાલમાં બોયફ્રેન્ડ વિવેક દહીયા સાથે લગ્ન કર્યા હતા. આ બંને વચ્ચે સીરિયલના સેટ પર જ પ્રેમ પાંગર્યો હતો અને થોડા સમયના રિલેશન બાદ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. તે ઘણીવાર પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

સ્ટાઈલિશ છે દિવ્યાંકા

અલગ પ્રકારના ગાઉન પહેરવાની છે શોખીન

વન શોલ્ડર ગાઉનમાં ઈશિતા

કુછ ટાઈમ ફેમિલી કે સાથ

પતિ સાથે આમ કરી મસ્તી

બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી

 



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2Vfbpxh

No comments:

Post a Comment

Pages