Latest

Friday, May 10, 2019

માત્ર 1 રન કરીને પાકિસ્તાને 5 વિકેટ ગુમાવી દીધી, મેચ પણ ગુમાવી

પાકિસ્તાનનું કંગાળ પ્રદર્શન

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને સાઉથ આફ્રીકા મહિલા ટીમ વચ્ચે સીરિઝની બીજી વનડે પોસ્ચેસ્ટ્રૂમમાં રમાઈ ગઈ. આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમમાં 42 ઓવરમાં ઓલઆઉટ થઈને 147 રન બનાવ્યા હતા. પાકિસ્તાન 38.1 ઓવરમાં 5 વિકેટ પર 146 રન હતા, પણ એક રન વધારે બનાવવામાં તેણે 5 વિકેટ ગુમાવી દીધી. મસાબતા ક્લાસે 3 બોલમાં ત્રણ વિકેટ લીધી તો અન્ય બે વિકેટ મરિજાને કાપના નામે રહી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સારી હતી પાકિસ્તાનની શરુઆત

પાકિસ્તાની મહિલા ટીમના ઓપરનર નાહિદા ખાન (37) અને સિદ્રા અમીન (25)ને સારી શરુઆત કરી હતી. આ બન્ને પહેલી વિકેટમાટે 11.5 ઓવરમાં 50 રન જોડ્યા. અહીં નાહિદાને સેખુખુએ આઉટ કરીને પાકિસ્તાનને પહેલો ઝાટકો આપ્યો. આ પછી સતત એક પછી એક વિકેટો પડવાનું શરુ થઈ ગયું. સિદ્રા અમીને 59 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 25 બનાવ્યા, તો જાવિરા ખાને 35 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા. કેપ્ટન બિસ્માહ મારુફે 49 બોલમાં 32 રન કર્યા.

આ રીતે લીધી હેટટ્રિક

મારુફની વિકેટ 144 રનના સ્કોર પર પડી. આ પછી ટીમની હાલ ખરાબ થઈ ગઈ. 39મી ઓવરમાં મસાબાતા ક્લાસે 3 બોલમાં 3 વિકેટ લીધી અને હેટટ્ર્િક પૂરી કરી. તેણે ઓવરના બીજા બોલ પર રિયાઝ (17)ને આઉટ કરીને પહેલી વિકેટ લીધી, તો ત્રીજા બોલ પર ઉમાયમા સોહેલને (5) અને ચોથા બોલ પર સિદ્રા નવાઝ (0)ની વિકેટ લીધી. મસાબતાએ 9 ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ લીધી.

36.4 ઓવરમાં મેચ જીતી લીધી

આ પછી બાકી બે વિકેટ, સમા મીર (0) અને ફાતિમા સમાન (1)ને કાપને આઉટ કર્યો. આ રીતે પાકની અડધી ટીમ માત્ર 1 રનમાં જ આઉટ થઈ ગઈ. જવાબમાં સાઉથ આફ્રિકાની મહિલા ટીમે બે વિકેટના નુકસાન પર 36.4 ઓવરમાં 148 રન બનાવીને મેચ જીતી લીધી. જેમાં લોરાએ 104 બોલમાં 9 ચોગ્ગાની મદદથી અણનમ 74 રન બનાવ્યા, જ્યારે લિજેલ લીએ 43 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2YfiSxm

No comments:

Post a Comment

Pages