પત્નીની આદતથી પરેશાન પતિ

પતિ-પત્નીને એકબીજા સાથે બનતું ન હોવાથી ડિવોર્સ લીધા હોય તેવા ઘણા કિસ્સા તમે જોયા હશે અથવા તો સાંભળ્યા હશે. પરંતુ ક્યારેય કોઈ દંપતીને એકબીજાની ખરાબ ટેવના કારણે અલગ થતા જોયા છે. કિસ્સો છે ઉત્તરપ્રદેશના બુલંદશહેરનો. જ્યાં એક સોફ્ટવેર એન્જિનિયરે ત્રણ વર્ષ પહેલા મેરઠમાં રહેતી અને બીકોમ પાસ યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવક નોએડા સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે. આમ તો બંનેનું લગ્નજીવન સરસ ચાલી રહ્યું હતું પરંતુ અચાનક કંઈક એવું થયું કે પતિએ પત્ની પાસેથી છુટાછેડા માગી લીધા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પતિએ લગાવ્યો આરોપ

પતિએ છુટાછેડા માગતા પત્ની પર આરોપ લગાવ્યો કે તે રોજ રાતે ઊંઘતી વખતે બડબડ કરે છે, જેના કારણે તેની ઊંઘ પૂરી થઈ શકતી નથી. એન્જિનિયર પતિનું કહેવું છે કે તેણે તેની પત્નીની સારવાર પણ કરાવી, તેમ છતાં તેની આદત ગઈ નથી.
કોર્ટે સ્વીકારી અરજી

પત્નીની આ આદતથી પરેશાન થઈ એન્જિનીયર પતિએ કોર્ટમાં પત્ની પાસેથી છુટાછેડા અપાવવા માટે અરજી કરી છે. કોર્ટે પતિની અરજી સ્વીકારી છે અને સુનાવણી માટે તારીખ પણ આપી દીધી છે. ઊંઘમાં બડબડ કરવું તે કોઈ બીમારી નથી, પરંતુ સ્વાસ્થયમાં કંઈક ગરબડ હોવાનો સંકેત છે, જેને પૈરાસોમનિયા કહેવાય છે.
ડોક્ટરનું શું કહેવું છે?

ડોક્ટરે પતિને જણાવ્યું હતું કે ખરાબ સપનાનાં કારણે ઊંઘમાં બોલ-બોલ કરવાનું કારણ બની શકે છે. ઘણી વાર આપણે જે વિશે વિચારીએ છીએ તે જ વસ્તુ આપણા સપનામાં આવે છે જેના કારણે આપણે ઊંઘમાં બોલબોલ કરીએ છીએ.
from Page Array – I Am Gujarat http://bit.ly/2YkhcCO
No comments:
Post a Comment