Latest

Thursday, May 23, 2019

સેન્સેક્સમાં જબરદસ્ત ઉછાળો, 10 મિનિટમાં માર્કેટ કેપ 2.4 કરોડને પાર

શેર માર્કેટમાં તેજી

લોકસભા ચૂંટણીના પરિણામના પ્રારંભિક વલણના સામે આવવાના શરૂ થઈ ગયા છે અને આ પ્રારંભિક વલણમાં એનડીએને લીડ મળતા દેખાઈ હતી. જેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. ગુરુવારે શેર માર્કેટમાં તેજીની અસર સાથે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઉછાળા સાથે ખુલ્યા હતા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઉછાળો

નિફ્ટીમાં પહેલીવાર 206 પોઈન્ટના ઉછાળા સાથે 11,944ને પાર પહોંચ્યો હતો. જ્યારે સેન્સેક્સ 900થી વધારે પોઈન્ટના ઉછાળા સાથે 40,000ને પાર પહોંચ્યું હતું. સવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 791 પોઈન્ટના વધારો નોંધાયો હતો. BSE લિસ્ટેડ દરેક કંપનીનું માર્કેટ કેપ ટ્રેડ શરૂ થયાના 10 મિનિટમાં જ 2.39 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું.

એશિયન શેર માર્કેટમાં ઘટાડો

એશિયન શેર માર્કેટ ભારતીય શેર માર્કેટમાં ખાસ અસર જોવા મળી નહોતી. અહીં મતગણનાના શરૂઆતના વલણ મુજબ માર્કેટ પર સૌથી વધારે અસર જોવા મળી હતી. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વધવાની આશંકા વચ્ચે અશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

શેર માર્કેટમાં તેજીથી રોકાણકારો ગેલમાં

બીએસઈ સેન્સેક્સમાં શામેલ 30થી 27 કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એનર્જી, ફાયન્સા, ઈન્ડસ્ટ્રીયલ બેંક કેપિટલ અને પાવર સેક્ટરના શેર્સમાં 2 ટકાન વધારો જોવા મળ્યો હતો. આમ ચૂંટણી પરિણામના પ્રારંભિક વલણથી શેર માર્કેટ ગેલમાં આવી જતા રોકાણકારો ખુશખુશાલ થઈ ગયા હતા.



from Page Array – I Am Gujarat http://bit.ly/2K0skkj

No comments:

Post a Comment

Pages