વિદ્યાર્થિનીની સફળતાનું આ રીતે સન્માન

અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’ જોઈ હશે તો યાદ હશે કે આ ફિલ્મમાં તે એક દિવસના મુખ્યમંત્રીનો રોલ કરે છે. હકીકતમાં પણ કંઈક આવું જ થયું છે પરંતુ વાત થોડી અલગ છે. 7 મેના રોજ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ (ISC) બોર્ડના 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. જેમાં રિચા શર્મા નામની વિદ્યાર્થિનીએ 99.25 ટકા મેળવ્યા. આ સાથે જ તે દેશની ચોથી અને પોતાના રાજ્યની ટોપર છે. રિચાને સન્માનિત કરવા માટે કોલકાતા પોલીસ વિભાગે તેને એક દિવસ માટે ડેપ્યુટી કમિશનરની જવાબદારી સોંપી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કોલકાતા પોલીસે કર્યું સન્માન
Congratulations Richa!!
Richa Singh, daughter of Insp. Rajesh Kumar Singh, Addl. OC, Gariahat PS, secured the fourth position across India at the ISC Examinations this year.
She was felicitated this afternoon by @CPKolkata , Dr. @RajeshKumarIPS for her academic excellence. pic.twitter.com/KIJ8BtCH0S
— Kolkata Police (@KolkataPolice) May 8, 2019
રિપોર્ટ મુજબ, રિચા શર્મા જી. ડી. બિરલા સેન્ટર ફોર એજ્યુકેશન સ્કૂલની વિદ્યાર્થિની છે. મંગળવારે ISC બોર્ડના પરિણામમાં તેણે 99.25 ટકા મેળવ્યા છે. પરીક્ષામાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસ વિભાગે 8 મેના રોજ તેનું સન્માન કર્યું. અને એક દિવસ માટે સાઉથ ઈસ્ટ ડિવિઝનની એક દિવસની ડેપ્યુટી કમિશનર બનાવી. જણાવી દઈએ કે, સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી રિચા આ પદ પર રહી.
પપ્પા છે એડિશનલ ઓફિસર

રિચાના પિતા રાજેશ સિંહ ગરિયાહાટ પોલીસ સ્ટેશનના એડિશનલ ઓફિસર ઈન-ચાર્જ છે. રિચાને પૂછવામાં આવ્યું કે, તેના પિતા માટે તેનો કોઈ આદેશ છે? કારણકે તે એક દિવસ માટે પિતાની પણ બોસ હતી. તો રિચાએ કહ્યું, “હું તેમને જલ્દી ઘરે આવવાનો આદેશ આપીશ.”
પિતાને દીકરી પર ગર્વ

ભવિષ્ય વિશે પૂછતાં રિચાએ કહ્યું કે, તે આગળ સમાજશાસ્ત્ર અને ઈતિહાસનો અભ્યાસ કરવા માગે છે. સાથે જ તે UPSCની પરીક્ષા આપવાનું પણ વિચારી રહી છે. આ સમગ્ર બાબત વિશે રિચાના પિતાએ કહ્યું કે, હું મારી ખુશી વ્યક્ત નથી કરી શકતો. એક દિવસ માટે તે મારી બોસ છે અને મને જલ્દી ઘરે જવાનો આદેશ આપ્યો છે. જેને હું પાળીશ.
from Page Array – I Am Gujarat http://bit.ly/2LBO9sY
No comments:
Post a Comment