Latest

Thursday, May 30, 2019

પાકિસ્તાનને મળી 2020ના એશિયા કપની મેજબાની, ભારતના રમવા પર શંકા

પાક કરશે એશિયા કપની મેજબાની, ભારત અંગે શંકા

પાકિસ્તાનને 2020માં યોજાનાર એશિયા કપની મેજબાનીના અધિકર આપવામાં આવ્યા છે પણ આયું આયોજન સંયુક્ત આરબ અમીરાતમાં થઈ શકે છે. કારણ કે, જો પાકિસ્તાન પોતાના દેશમાં એશિયા કપનું આયોજન કરશે તો રાજકીય તણાવને કારણે ભારતની ભાગીદારી પર સંશય બનશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ મંગળવારે સિંગાપોરમાં પોતાની બેઠકમાં આ ટૂર્નામેન્ટની મેજબાની પાકિસ્તાનને સોંપી અને પૂરી શક્યતા છે કે, તે આનું આયોજન તટસ્થ સ્થળ સંયુક્ત આરબ અમિરાતમાં કરશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

2009vr UAEમાં ટૂર્નામેન્ટ યોજે છે પાકિસ્તાન

શ્રીલંકાની ટીમની બસ પર 2009માં થયેલા આતંકવાદી હુમલા બાદ UAE પાકિસ્તાનનું ડૉમેસ્ટિક ક્રિકેટ પ્લેસ બની ગયું છે. આ ટૂર્નામેન્ટ ઑસ્ટ્રેલિયામાં યોજાનારા વર્લ્ડ ટી20 પહેલા સપ્ટેમ્બર આયોજિત કરવામાં આવશે. પાકિસ્તાનની સાથે રાજકીય તણાવને કારણે ભારતે ગત એશિયા કપની મેજબાની યુએઈમાં કરી હતી.

સ્થળ અંગે ACC સાથે ચર્ચા થશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સૂત્રે કહ્યું કે, ‘પાકિસ્તાને સિંગાપોરમાં એસીસી બેઠકમાં દળોને જણાવ્યું કે, તે એશિયા કપની મેજબાની ઘરેલુ સ્થળો પર કરશે પણ સ્થળ પર અંતિમ નિર્ણય ACCના અન્ય સભ્યો સાથેના સલાહ-પરામર્શ બાદ અને પાકિસ્તાનમાં તે સમયની સુરક્ષા તથા રાજકીય સ્થિતિને જોઈને કરવામાં આવશે.’

BCCIએ શું કહ્યું?

તેમણે કહ્યું કે, જો પાકિસ્તાનમાં એશિયા કપ આયોજિત કરવા માટેની સ્થિતિઓ બરાબર નહીં હોય તો પીસીબી તટસ્થ સ્થળે તેનું આયોજન કરશે. સૂત્રોએ કહ્યું, ‘ગત વર્ષે BCCIએ એશિયા કપની મેજબાની UAEમાં કરી હતી કારણ કે, પાકિસ્તાન અને ભારત વચ્ચે રાજકીય તણાવ હતો.’ જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે BCCIના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ‘પાકિસ્તાનમાં રમવાનો નિર્ણય પૂર્ણ રીતે સરકાર લેશે. બોર્ડ સંપૂર્ણ રીતે કેન્દ્રના નિર્ણયનું અનુકરણ કરશે. અમારું માનવું છે કે, જેવી રીતે અમે ગત વર્ષે UAEમાં કપની મેજબાની કરી હતી, પાકિસ્તાને પણ તટસ્થ સ્થળે આનું આયોજન કરવું જોઈએ.’

શ્રીલંકાને પાકિસ્તાનમાં ટેસ્ટ રમવા નિમંત્રણ

ACC બેઠકમાં PCBના પ્રતિનિધિઓએ ભાર આપ્યો કે, શ્રીલંકા આ વર્ષે સપ્ટેમ્બરમાં લાહોર અને કરાંચીમાં ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની બે મેચો રમવા માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલે. એ નિર્ણય પણ કરવામાં આવ્યો કે, આગામી એશિયા કપ ટી20 ફોર્મેટમાં હશે અને ACC એશિયન ઑલિમ્પિક પરિષદને ટેક્નિકલ સહયોગ પૂરો પાડશે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/30Vy59e

No comments:

Post a Comment

Pages