Latest

Thursday, May 30, 2019

બેટિંગ કરી રહેલો ધોની વિરોધી ટીમની ફિલ્ડિંગ સેટ કરવા લાગ્યો!

મેચ વિનર જ નહીં હાર્ટ વિનર પણ છે માહી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ બાંગ્લાદેશ વિરુદ્ધ વર્લ્ડકપ 2019ની બીજી અને અંતિમ પ્રેક્ટિસ મેચમાં 78 બોલમાં શાનદાર 113 રનની ઈનિંગ્સ રમી ખૂબ ચર્ચા મેળવી. પણ સૌથી વધુ ચર્ચા જે વાતની થઈ તે એ હતી કે, ધોનીએ બાંગ્લાદેશની ટીમને ફિલ્ડિંગ સેટ કરવામાં મદદ કરી. હા, તેણે બેટિંગ કરવાની સાથે-સાથે વિરોધી ટીમને ફિલ્ડિંગ સેટ કરવામાં પણ મદદ કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરી

ભારતીય ઈનિંગ્સની 39મી ઓવર ચાલુ થવામાં હતી અને સ્ટ્રાઈક પર ધોની હતો. બાંગ્લાદેશી સ્પિનર શબ્બીર રહમાન બોલિંગ કરી રહ્યો હતો. શબ્બીર જેવો ઓવરનો પહેલો બોલ ફેંકવા આગળ વધ્યો કે તરત જ ધોનીએ તેને રોક્યો અને બાદમાં ધોનીએ લેગ સાઈડ પર એક ફિલ્ડરને યોગ્ય સ્થાને ઊભા ઊભા રહેવા માટે કહ્યું જેનાથી શબ્બીર પણ સહમત દેખાયો ત્યારબાદ તેણે ધોનીનો આભાર માન્યો.

ફેન્સ થઈ ગયા આફરીન

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ ધોનીની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. શબ્બીરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ધોની ફિલ્ડિંગ કરી રહેલા ફિલ્ડરને સાચી જગ્યા દેખાડી રહ્યો હતો. તેના પર શબ્બીર અને કૉમેન્ટેટર્સ પર હસી પડ્યાં.

ભારતને મુશ્કેલીમાંથી ઉગાર્યું, ફટકારી આક્રમક સેન્ચુરી

જણાવી દઈએ કે, બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમ જ્યારે ખૂબ જ મુશ્કેલીમાં હતી ત્યારે ધોનીએ બેટિંગમાં આવીને શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 78 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 113 રનની ઈનિંગ રમી. તેની આ ઈનિંગ્સને કારણે ભારત 50 ઓવરમાં 7 વિકેટે 359 રનનો વિશાળ સ્કોર બનાવી શકી. ધોની બેટિંગ આવ્યો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટે 102 રન હતો.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/30MioB0

No comments:

Post a Comment

Pages