યુવતીએ ઉતાર્યું 21 કિલોગ્રામ વજન

લેખિકા તરીકે કાર્યરત એવી આ 28 વર્ષીય પિયાલી સરકાર નામની યુવતીએ ઉતાર્યું તેનું 21 કિલોગ્રામ વજન. આ યુવતીએ જ્યારે તેનું વજન ઉતારવાનું નક્કી કર્યું ત્યારે તેનું કુલ વજન 77 કિલોગ્રામ હતું. પરંતુ, આ યુવતીને વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન કુલ 3 વર્ષનો સમય લાગ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જાણો આ યુવતીના ડાયટપ્લાન વિશે

વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન આ યુવતી સવારે બ્રેકફાસ્ટમાં 1 પ્લેટ ઉપમા, 1 કપ દહીં, 1 બાફેલુ ઈંડુ અને 1 ફળ (સફરજન) ખાતી હતી. લંચ દરમિયાન ફ્રેશ સલાડ, 2 રોટલી, 1 કપ દાળ અને બાફેલા શાકભાજી ખાતી હતી. જ્યારે ડિનર દરમિયાન ઘણાં બધા શાકભાજી ખાતી હતી. જો દિવસ દરમિયાન ભૂખ લાગે તો પૌંઆ અથવા તો ફળ ખાતી હતી. જ્યારે મહિનામાં એકવખત તેનો મનપસંદ આઈસ્ક્રીમ અને પોપકોર્ન ખાતી હતી.
ગળ્યું ખાવાનું બંધ કરી દીધું

દિવસ દરમિયાનની કસરતમાં આ યુવતી દરરોજ સવારે અને સાંજે ચાલવા જતી હતી. જો ક્યારેક ભાવતું ખાવાની ઈચ્છા થાય તો ઈડલી-સંભાર અને ક્યારેક ઢોકળા પણ ખાતી હતી. વજન ઉતારવાનું નક્કી કર્યું ત્યારથી જ તેણે ભાત અને ગળ્યું ખાવાનું બંધ કરી દીધું. તે ઓછું તીખું અને તેલ વગરનું ઘરનું જ ભોજન લેતી હતી.
બહારનું ખાવાનું સંપૂર્ણરીતે બંધ કરી દીધું છે

એકસમયે જે લોકો એવું કહેતા હતા કે મારું વજન વધારે છે તે લોકો હવે લોકો મારી પાસે વજન ઉતારવા માટેની સલાહ લેવા માટે આવે છે. વધારે વજન એ અનેક રોગોનું ઘર છે માટે સ્વસ્થ રહેવા માટે વજન ઘટાડવું ખૂબ જ જરૂરી છે. મેં હવે બહારનું ખાવાનું સંપૂર્ણરીતે બંધ કરી દીધું છે. અને હવે હું સાંજે 7 વાગ્યા પછી ભોજન નથી લેતી.
હવે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે

જ્યારે મારું વજન વધારે હતું ત્યારે લોકો મારી સાથે વાત પણ નહોતા કરતા અને મને નકારતા પણ હતા. લોકો મને એવું પણ કહેતા હતા કે તું સારી નથી લાગતી અને કોઈ મારી સાથે રહેવા માટે પણ તૈયાર નહોતું. પણ, હવે વજન ઘટાડ્યા બાદ મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. લોકો પણ મને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HIwk6i
No comments:
Post a Comment