Latest

Wednesday, May 22, 2019

37 વર્ષનો ધોની 17 વર્ષના છોકરા જેટલો ફિટ છે તેની પાછળ આ લોકોનો હાથ છે

ધોનીની ફિટનેસનું રહસ્ય

ભલે મહેન્દ્રસિંહ ધોનીની ઉંમર વધતી જતી હોય પણ ગ્રાઉન્ડ પર તે હોય ત્યારે કોઈ તેની ઉંમરનો અંદાજ લગાવવો અઘરું બની જાય. ક્રિઝ પર હોય કે ફિલ્ડિંગમાં ધોની સડસડાટ દોડતો જોવા મળે છે. હવે ધોનીની આ ચુસ્તી અને સ્ફુર્તી પાછળનું એક રસપ્રદ કારણ બહાર આવ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

17 વર્ષના યુવાન જેવી ફિટનેસ

પ્રેક્ટિસ દરમિયાન 25 વર્ષના હાર્દિક પંડ્યા સાથે ધોનીએ 100 મીટર રેસ લગાવી હતી, તેમાં પણ ધોનીએ હાર્દિક પંડ્યાને છેક સુધી હંફાવ્યો હતો. હવે ધોનીની આ સ્ફુર્તી પાછળ બે વ્યક્તિઓનો હાથ હોવાનું સામે આવ્યું છે, ધોની પણ તેમને ખાસ મહત્વ આપે છે.

આ બે વ્યક્તિઓનો ખાસ હાથ

37 વર્ષે પણ એકદમ ચિત્તા જેવી સ્ફૂર્તી ધરાવતા ધોનીની ફિટનેસ પાછળ જે બે મહારથીઓ છે તેમના નામ છે રામજી શ્રી નિવાસન અને ગ્રેગોરી એલન કિંગ, આ બન્ને ભારતીય ટીમના પૂર્વ ટ્રેનર છે. આ સંબંધમાં આઈએએનએસને સૂત્રએ જણાવ્યું કે, ધોની સ્વાભિક રીતે ફિટ છે, પણ તેઓ જ્યારે ફિટનેસ ચાર્ટ અને વર્કાઉટ રુટીનની વાત આવે તો તેઓ આ બન્ને પાસે જ સલાહ લે છે.

ધોની આ રીતે છે ખાસ

તેમણે જણાવ્યું કે, “ધોની સ્વાભાવિક રીતે ફિટ છે. જે ઉર્જા તેમણે પાછલા વર્ષોમાં દેખાડી છે અને તેમનું જે ફિટનેસ સ્તર રહ્યું છે તે અત્યાર સુધી જ્યારે ભારતીય ટીમના બાકી ખેલાડી આ તરફ ધ્યાન નથી આપતા, આ જણાવે છે કે ફિટ રહેવા માટે તેમની જરુરિયાતને લઈને તેમનું જ્ઞાન કેટલું છે.”

ધોનીનો વર્કઆઉટ પ્લાન

તેમણે જણાવ્યું કે, “આ સિવાય, તેમને જ્યારે કોઈ માર્ગદર્સનની જરુર પડે તો તેઓ રામજી અને ગ્રોગરી પાસે જાય છે અને તેઓ ધોની માટે એ ચાર્ટ બનાવે છે જે ધોની માટે સર્વશ્રેષ્ઠ હોય. તેઓ વસ્તુઓને સરળ રાખે છે. બાકી ઈન્ડિયન પ્લેયરની જેમ તેઓ ક્લીન એન્ડ જર્ક, પાવરલિફ્ટિંગ નથી કરતા. તેઓ મજબૂત કરનારી એક્સર્સાઈઝ કરે છે અને બોક્સિંગ સ્કીલ્સ પણ કરે છે. સામાન્ય રીતે તેઓ એ કામ કરે છે જે તેમને મેચમાં ઉપયોગી થાય.”



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2JxahDd

No comments:

Post a Comment

Pages