Latest

Wednesday, May 22, 2019

ટ્રુ કોલર યુઝ કરતા હોય તો ચેતી જજો, આટલા સસ્તામાં વેચાઈ રહી છે તમારી બધી ડિટેઇલ

તમારું કામ સહેલું કરતી એપથી જ તમને છે ખતરો

રઘુ કૃષ્ણન, બેંગલુરુઃ લગભગ દરેક વ્યક્તિના ફોન પછી તે એન્ડ્રોઇડ હોય કે iOS એક એપ જોવા મળશે તે છે ટ્રુ કોલર. લોકો અજાણ્યા નંબરથી આવતા ફોન કોલ્સના માલિકનું નામ જાણવા માટે આ એપનો ઉપયોગ કરે છે. આ સાથે સાથે વણજોઈતા ફોન કોલ્સ અને મેસેજને બ્લોક કરવા માટે પણ ટ્રુકોલર્સનો લોકો ખૂબ જ ઉપયોગ કરે છે. ત્યારે જો તમે પણ આ એપ વાપરતા હોવ તો સાવધાન રહેવાની જરુર છે. કેમ કે તાજેતરમાં સામે આવેલ એક રિપોર્ટમાં જાણવા મળ્યા મુજબ આ એપમાં જે પણ યુઝર્સ રજીસ્ટર કર્યું હોય તેમનો તમામ ડેટા એક પ્રાઇવેટ ઇન્ટરનેટ ફોરમ પર ઉપલબ્ધ છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ડાર્ક વેબ પર ભારતીય યુઝર્સના ડેટાનું થઈ રહ્યું છે વેચાણ

એક સાઈબર સિક્યોરિટી એનાલિસ્ટે કહ્યું કે, ‘ટ્રુ કોલર્સના ભારતીય યુઝર્સના ડેટા કથીત રીતે ડાર્ક વેબ તરીકે ઓળખાતા ઇન્ટરનેટની દુનિયાના અંડરવર્લ્ડ પર રુ. 1.5 લાખ રુપિયામાં વેચાઈ રહ્યો છે. મહત્વનું છે કે ટ્રુ કોલરના કુલ 14 કરોડ જેટલા યુઝર્સમાંથી 60% યુઝર્સ ભારતીયો છે. જ્યારે ટ્રુ કોલર્સના ગ્લોબલ યુઝર્સના ડેટના કિંમત 25000 યુરો જેટલી છે.’

કંપનીને દાવાને નકાર્યો પણ…

UPI દ્વારા પોતાના ભારતીય યુઝર્સને પેમેન્ટ સર્વિસ આપનાર ટ્રુ કોલરે આ બાબતે પોતાનો ડેટા સુરક્ષિત હોવાનું ગાણું ગાવાની સાથે ડેટાબેઝમાં કોઈ હેકિંગ નથી તેવી જણાવ્યું હતું. સ્વીડનની આ કંપનીએ કહ્યું કે તેણે પોતાના યુઝર્સ દ્વારા જ ડેટાને ખોટી રીતે કોપી કરવાની ઘણા કેસ જોયા છે. તેમજ ટ્રુ કોલર એક પ્રીમિયમ સર્વિસ પણ આપે છે જેમાં સબ્સ્ક્રાઇબર્સ નિશ્ચિત રકમ ભર્યા બાદ જેટલા ઇચ્છે તેટલા નંબર સર્ચ કરી શકે છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, ‘હાલમાં જ અમારી સામે આવ્યું છે કે કેટલાક યુઝર્સ પોતાના એકાઉન્ટનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે. જોકે તેમ છતા અમે યુઝર્સને વિશ્વાસ અપાવીએ છીએ કે તેમની તમામ સંવેદનશીલ માહિતી સુરક્ષિત છે.’

તમારી આ બધી માહિતી લોકોને એક આંગળીની ક્લિક પર મળી શકે

જોકે વેચાણ માટે ઉપલબ્ધ ડેટાના એક નમૂના પર નજર નાખવાથી ખબર પડે છે કે તેમાં યુઝર્સના રહેઠાણનું રાજ્ય, તેના મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર સહિતની જાણકારી આપવામાં આવી છે. ત્યારે ભલે ટ્રુ કોલર કહે કે તેના યુઝર્સ દ્વારા જ ખોટી રીતે ડેટા સર્ચ કરીને આ બધી માહિતી લેવામાં આવે છે. જોકે સાઈબર એક્સપર્ટનું માનવું છે કે આટલી મોટી માત્રામાં ડેટા તો જ મળી શકે જો ડેટાબેઝ હેક થયો હોય. સાઈબર સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી ફાઉન્ડેશનના કે.જે. પ્રસન્નાએ કહ્યું કે, ‘આ કોઈ સામાન્ય ડેટા નથી પરંતુ ફાઈનાન્શિયલ ઇન્સ્ટીટ્યૂશનનો ડેટા છે. યુઝર્સના ડેટાને વધુ સુરક્ષિત કરવા માટે કંપનીઓએ સતર્કતા રાખવાની જરુર છે.’



from Page Array – I Am Gujarat http://bit.ly/2WmqBwg

No comments:

Post a Comment

Pages