મુંબઈ: BSE બેન્ચમાર્ક સેન્સેક્સે ગુરુવારે સૌપ્રથમવાર 40,000 પોઈન્ટ્સની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી અને નિફ્ટીએ પણ 12,000ની સપાટી તોડી હતી. કેન્દ્રમાં ફરી એક વાર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતીના સંકેતને પગલે શેરબજારમાં આજે ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી.
શેરબજારમાં તેજી વચ્ચે અમેરિકન ડોલર સામે રૂપિયો પણ 14 પૈસાના સુધારા 69.51 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે બપોરે 30 શેર્સનો બનેલો સેન્સેક્સ એક તબક્કે 900 પોઈન્ટ્સ વધીને 40,012.35 પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. NSE નિફ્ટી પણ 265 પોઈન્ટ્સના જંગી ઉછાળા સાથે 12,003.50 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો.
આજે બપોરે યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, L&T, SBI, ICICI બેન્ક, કોટક બેન્ક, RIL અને HDFC બેન્કના શેર્સ 8 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે વેદાંતા, ITC અને TCSના શેર્સ 0.45 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
ટ્રેડર્સના જણાવ્યા અનુસાર કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએની બીજી ટર્મ સિક્યોર થઈ હોવાના પ્રારંભિક ટ્રેન્ડ સાથે જ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.
બે કલાકની મતગણતરી બાદ સત્તાધારી NDAને 300થી વધુ બેઠકોમાં સરસાઈ મળતાં બજારમાં લેવાલી વધી હતી. કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએ 100 બેઠકો પર સરસાઈ ધરાવતું હતું.
આજે સવારે ચીન, જાપાન અને કોરિયા સહિતના એશિયાના અન્ય બજારો નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
from Page Array – I Am Gujarat http://bit.ly/2K0z4yW
No comments:
Post a Comment