Latest

Thursday, May 23, 2019

ચૂંટણી પછી આટલી લાંબી સફર ખેડે છે EVM મશીન, જાણીને નવાઈ લાગશે

EVM મશીનમાં ગરબડ શક્ય છે?

લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હાલ મતગણતરી ચાલુ છે. EVM ને લઈને સોશિયલ મીડિયા પર જાત જાતની ખબરો આવતી રહે છે. અનેક પાર્ટીઓએ EVM સાથે છેડછાડ થતી હોવાની ફરિયાદ કરી છે. જો કે ચૂંટણી પંચે આ આરોપ નકારી દીધા છે. હવે સવાલ એ છે કે EVMમાં ગરબડ શક્ય છે? વોટ અપાયા બાદ EVM ક્યાં જાય? તેની સુરક્ષા કેવી રીતે થાય?

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

મતદાન પછી આકરી સુરક્ષા હેઠળ હોય છે EVM:

મતદાન પછી EVMને સ્ટ્રોન્ગ રૂમમાં રાખવામાં આવે છે. સ્ટ્રોન્ગ રૂમમાં EVMની સુરક્ષા ત્રણ લેવલ પર થાય છે. આ લેવલ ચૂંટણી પંચ નક્કી કરે છે. EVM ની સુરક્ષા માટે અર્ધ સૈનિક બળને તૈનાત કરવામાં આવે છે. કેન્દ્રીય બળ સ્ટ્રોન્ગ રૂમ અંદર સુરક્ષાની દેખરેખ રાખે છે. બહારની સુરક્ષાની જવાબદારી પોલીસ દળના હાથમાં હોય છે. આ છે ત્રણ લેવલ.

બે ચાવી હોય છેઃ

સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષાની જવાબદારી જિલ્લાના DM અને SPને સોંપવામાં આવે છે. આ રૂમમાં ફક્ત એક જ તરફથી એન્ટ્રી થાય છે, ડબલ લૉક સિસ્ટમ હોય છે અને દરવાજાની બે ચાવી હોય છે. એક ચાવી રિટર્નિંગ ઑફિસર પાસે અને બીજી સંબંધિત લોકસભા ક્ષેત્રના આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર પાસે હોય છે.

ચૂંટણી પહેલા ક્યાં મૂકવામાં આવે છે EVM?

ચૂંટણી પહેલા EVM (ડિસ્ટ્રિક્ટ ઈલેક્ટોરલ ઑફિસર)ની નજર હેઠળ હોય છે. તેને એક ગોડાઉનમાં રાખવામાં આવે છે. ત્યાં અનેક સીસીટીવી કેમેરા હોય છે. તેને સર્વેલન્સ પર રાખવામાં આવે છે અને દરેક સેકેન્ડે તેની નિગરાની થાય છે.

એન્જિનિયર કરે છે તપાસઃ

ચૂંટણી પહેલા ગોડાઉનમાંથી EVM બહાર લઈ નથી જઈ શકાતા. આ માટે ચૂંટણી પંચનો આદેશ જોઈએ. ચૂંટણી પહેલા EVMની તપાસ એન્જિનિયર્સ કરે છે. આ પ્રસંગે રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ પણ હાજર રહે છે. ત્યાર પછી EVM મતદાન કેન્દ્ર માટે રવાના થાય છે. બધી જ પાર્ટીને સૂચના અપાય છે, તેમની સાથે સમય અને તારીખ શેર કરવામાં આવે છે. અમુક એક્સ્ટ્રા EVM પણ રાખવામાં આવે છે જેથી કોઈ ટેકનિકલ ખોડખાંપણ હોય તો મશીન બદલી શકાય.

સ્ટ્રોન્ગ રૂમમાં મોકલાય છેઃ

મતદાન પૂરુ થાય એટલે તરત EVMને સ્ટ્રોન્ગ રૂમ પર મોકલવામાં આવે છે. ત્યાર પછી પ્રિસાઈડિંગ ઑફિસર EVMમાં વોટના રેકોર્ડની તપાસ કરે છે. બધી જ પાર્ટીના ઉમેદવારના પોલિંગ એજન્ટને તેની કૉપી આપવામાં આવે છે. ત્યાર પછી મશીન સીલ થાય છે. પોલિંગ એજન્ટ સીલ કર્યા બાદ તેના પર પોતાની સહી કરે છે. ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિ મતદાન કેન્દ્રના સ્ટ્રોન્ગ રૂમ EVM સાથે જાય છે. જિલ્લાના બધા જ EVM સ્ટ્રોન્ગ રૂમ સુધી આવે છે. પછી મશીનને સીલ કરી દેવાય છે. એક વખત EVM સીલ થાય પછી તેને મત ગણતરીના દિવસે સવારે ખોલવામાં આવે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2JB7fOm

No comments:

Post a Comment

Pages