યોગીમા શર્મા
નવી દિલ્હી:સરકારી થિંક ટેન્ક નીતિ આયોગ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) રેડીનેસ ઇન્ડેક્સ વિકસાવવા વિચારે છે જેમાં રાજ્યોને પબ્લિક સર્વિસમાં AIનો ઉપયોગ કરવાની ક્ષમતાના આધારે રેન્ક આપવામાં આવશે. AIના આધારે રાજ્યોની ઇનોવેશનની ક્ષમતાનું મૂલ્ય આંકવામાં આવશે.
એનડીએ સરકાર ફરીથી સત્તા પર આવ્યા પછી આયોગ બીજા કેટલાક ઇન્ડેક્સ વિકસાવવા પણ વિચારે છે જેમાંથી સૌથી પહેલાં AI આધારિત ઇન્ડેક્સ તૈયાર કરાશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આરોગ્ય, શિક્ષણ, વોટર કમ્પોઝિટ ઇન્ડેક્સ અને કૃષિ ઇન્ડેક્સ વિકસાવવામાં આવ્યા હતા. નીતિ આયોગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે AIને લાગુ કરવા માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. તેમાં રાજ્યોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. થોડા જ સમયમાં રાજ્યોનું રેન્કિંગ કેવી રીતે કરવું તેના માપદંડ નક્કી કરાશે.
નીતિ આયોગ પરિણામ આધારિત મોનિટરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સ્પર્ધાત્મક અને સહકાર આધારિત ફેડરલિઝમમાં સરકારની ભૂમિકાની ચકાસણી કરવામાં આવશે. આ પગલાએ રાજ્યોને તેમની કામગીરી સુધારવામાં મદદ કરી છે. આ ઉપરાંત તેઓ બીજાં રાજ્યો પાસેથી પણ શીખી શક્યા છે.
અધિકારીઓએ કહ્યું કે તમામ રાજ્યોએ ડિજિટલ સ્કિલ, ઇનોવેશન ક્ષમતા અને વર્તમાન ડેટા ક્ષમતામાં કેટલું કામ કર્યું છે તેના આધારે રેન્કિંગ આપવામાં આવશે. તેમાં દરેક રાજ્યમાં AIના અમલીકરણમાં રહેલા પડકારોને પણ ચકાસવામાં આવશે. નીતિ આયોગે જણાવ્યું છે કે પ્રારંભમાં કેન્દ્ર સરકાર આ માટે ₹7,500 કરોડની ફાળવણી કરે અને એક હાઈ લેવલ ટાસ્ક ફોર્સની રચના કરે જે દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણની દેખરેખ રાખશે. નવી સરકાર સત્તા પર આવે પછી ટૂંક સમયમાં આ વિશે એક કેબિનેટ નોટ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.
એક અંદાજ પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે તો 2035 સુધીમાં ભારતના જીડીપીમાં 957 અબજ ડોલરનો ઉમેરો કરી શકાય છે અને તેનાથી ભારતના જીડીપીમાં 2035 સુધીમાં 1.3 ટકાનો વધારો થશે. તેથી તેને શક્ય એટલી વહેલી તકે લાગુ કરવામાં આવે તે સરકારનો ઉદ્દેશ છે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે તમામ રાજ્યોને આ અંગે પહેલેથી પત્ર લખ્યા છે અને તેમને પાંચ સેક્ટરમાં મહત્ત્વના પ્રોજેક્ટ ઓળખવા માટે કહ્યું છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય.
સરકારે 2018-’19ના બજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે એક રાષ્ટ્રીય કાર્યક્રમ ઘડવાની જવાબદારી નીતિ આયોગને સોંપી હતી. ગયા વર્ષે જૂનમાં AI અંગે એક રાષ્ટ્રીય સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી હતી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HJ4tEq
No comments:
Post a Comment