Latest

Wednesday, May 22, 2019

આ ફૂડ ખાવાથી ઘટી શકે છે તમારી સેક્સ ડ્રાઈવ

સેક્સ લાઈફમાં મુશ્કેલી આવે છે

શું જ્યારે પણ તમે સેક્સની પહેલ કરો છો ત્યારે તમારા પાર્ટનર એવો જવાબ આપે છે કે આજે તેનો મૂડ નથી! શક્યતા છે કે મૂડ ન હોવા પાછળ તણાવ, થાક, ઊંઘ પૂરી ન થવી પરંતુ તેનું એક કારણ આવું પણ હોઈ શકે છે અને તે છે તમારી ભોજનની પ્લેટ. જી હાં, અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે ખાણી-પીણીની કેટલીક વસ્તુઓ તમારા હોર્મોનલ લેવલ પર અસર કરે છે જેના કારણે તમારી સેક્સની ઈચ્છા ઓછી થઈ જાય છે. તો એવી કઈ વસ્તુઓ છે જાણો..

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આલ્કોહોલ

વધારે દારૂ પીવાથી લિવર ખરાબ થઈ જાય છે તે સૌકોઈ જાણે છે. પરંતુ શું તમે એ જાણો છો કે વધારે દારૂ પીવાથી સેક્સ લાઈફને પણ અસર થાય છે. જો તમારું લિવર નબળું હોય તો એંડ્રોજેન એસ્ટ્રોજનમાં ફેરવાઈ જાય છે અને સેક્સની ઈચ્છામાં ઘટાડો થાય છે. દારૂનું સેવન કરવાથી પુરુષોને સ્ખલન મેન્ટેન કરવામાં મુશ્કેલી આવે છે. આ સાથે ફર્ટિલિટી પર પણ અસર પડે છે.

પ્રોસેસ્ડ ફૂડ

કૂકીઝ, બિસ્કિટ અને તમામ પ્રકારના પ્રોસેસ્ડ ફૂડ સેક્સની ઈચ્છા ઘટાડે છે. પ્રોસેસિંગમાં ઉપયોગ થતી સ્ટ્રિપ્સ પોષક તત્વોને ખતમ કરી નાંખે છે. તેમાં એવા પણ ન્યૂટ્રિશન હોય છે જે સેક્સની ઈચ્છા વધારે છે.

સુગર

ભલે તમે ચા-કોફીમાં ખાંડ ખાતા નથી, પરંતુ મોટાભાગની ફૂડ આઈટમ્સમાં સુગર હોય છે. કોલ્ડડ્રિંક્સ પણ શરીરની સાથે સાથે સેક્સ ડ્રાઈવને નુકસાન પહોંચાડે છે. જો શરીરનું બ્લડ સુગર લેવલ વધી જાય તો સેક્સની ઈચ્છામાં ઘટાડો આવે છે.

પેક્ડ ફૂડ

પેક્ડ ફૂડ એટલે કે ડબ્બાબંધ ખોરાકને તૈયાર કરવા અને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરીને રાખવા માટે તેમાં ડાયટરી સોડિયમનું લેવલ વધારે હોય છે જે બ્લડપ્રેશર વધારે છે. શરીરના મહત્વના અંગોમાં લોહીની ઉણપને કારણે કામેચ્છામાં ઘટાડો થાય છે.

મસાલેદાર ભોજન

જો તમે મસાલેદાર ભોજનના શોખીન છો? અમારી સલાહ છે કે આવા ફૂટનું સેવન ઓછું કરી દો. સુગંધીદાર અને મસાલેદાર ફૂડ તમારા પ્રાઈવેટ પાર્ટની સ્મેલ પર અસર કરે છે. આ લિસ્ટમાં મસાલેદાર ફૂડ જ નહીં પરંતુ કોફી, ડુંગળી, લસણનો પણ સમાવેશ થાય છે.



from Sex News in Gujarati: Latest Sex News, Read Gujarati Sex News – Page Array – I Am Gujarat http://bit.ly/2w8ZZ3p

No comments:

Post a Comment

Pages