Latest

Thursday, May 30, 2019

કિડની માટે ફાયદાકારક છે જાનુશીર્ષાસન, જાણો કઈ રીતે કરશો આ આસન

જાનુશીર્ષાસન કિડની માટે લાભકારી

યોગમાં કેટલાક આસન એવા છે જે શરીરના મહત્વપૂર્ણ અંગો માટે ઉપયોગી સાબિત થાય છે. તેમાંથી એક છે જાનુશીર્ષાસન, જે કિડની માટે ફાયદાકારક છે. આ યુરેનલ સિસ્ટમને વ્યવસ્થિત બનાવે છે. સંસ્કૃતમાં જાનુનો અર્થ થાય છે ઘૂંટણ અને શીર્ષનો મતલબ છે માથું. જાનુશીર્ષાસનના નામ પરથી જ ખબર પડે છે કે આ આસન માથા તેમજ ઘૂંટણ સાથે સંબંધ ધરાવે છે. આ આસન કરવાથી પીઠ ખેંચાય છે સાથે કિડનીનો મસાજ થાય છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ પ્રકારે કરો આસન

– જમીન પર પગ લાંબા કરીને બેસો. પંજા ઉપરની તરફ અને પીઠ એકદમ ટટ્ટાર રાખો. હાથને જમીન પર ટેકવી દો.

– હવે જમણા પગને વાળો અને તેનો પંજો ડાબા પગની જાંઘને અડે તેમ રાખો. બંને હાથ ઉપર ઉઠાવીને નમસ્કારની મુદ્રા કરો.

– ત્યાર બાદ કમરને આગળની તરફ ઝુકાવો અને માથાને ઘૂંટણ સુધી લાવવાનો પ્રયાસ કરો. બંને હાથથી ડાબા પગના અંગૂઠાને પકડવાનો પ્રયાસ કરો.

આસનના ફાયદા

-આ આસન કિડનીને ફાયદો કરાવે છે.
-યૂરિન ઈન્ફેક્શન અને કિડની સંબંધિત બીમારી હોય તેમના માટે લાભકારી છે.
-આ આસન બધા જ અંગોનો મસાજ કરે છે.
-આ આસન કરવાથી સહનશક્તિ જાગૃત થાય છે અને સ્વભાવમાં ધીરજ આવે છે.

નોંધ- કમરનો દુખાવો કે અન્ય બીમારી હોય તેમણે ડોક્ટરની સલાહ વિના આસન ન કરવું. એક્સપર્ટની સલાહ વિના આસન ન કરવું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2EGsgTm

No comments:

Post a Comment

Pages