ફજેતોઃ
કેરી ખાવાના શોખીન ગુજરાતીઓના ઘરે ઉનાળો શરૂ થઈ જાય એટલે ફજેતો બનવાનું ચાલુ થઈ જાય છે. કેરીના પલ્પમાંથી બનતો ફજેતો સ્વાદે ખટમીઠો લાગે છે. કેરીનો રસ ખાધા પછી ભાતમાં ફજેતો ખાવાની મજા જ કંઈ ઓર છે. વળી, ફજેતો બનાવવો સાવ આસાન છે. તમે કેરીના ગોટલામાંથી પણ તે બનાવી શકો છો. રસ કાઢતી વખતે ગોટલા પર કેરીનો ગર રહી ગયો હોય છે તેનો તમે ફજેતામાં ઉપયોગ કરી શકો છો, અથવા તો કેરીનો થોડો પલ્પ પણ ઉપયોગમાં લઈ શકો છો. તો શીખી લો ફજેતો બનાવવાની સૌથી ઈઝી રીત.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
સામગ્રીઃ
પા કપ જેટલો કેરીનો પલ્પ (અથવા તો કેરીના પલ્પ વાળા 2થી 3 ગોટલા)
એકથી બે કપ પાણી
અડધો કપ દહીં
1 મોટી ચમચી બેસન
પા ચમચી હળદર
અડધી ચમચી લાલ મરચુ
અડધી ચમચી આદુની પેસ્ટ
વઘાર માટે
અડધી ચમચી ઘી
1 ચમચી જીરુ
તજ-લવિંગ (ઓપ્શનલ)
લાલ સૂકૂ મરચું
લીમડો
હીંગ
સ્ટેપ 1
એક કઢાઈમાં દહીં લઈ તેમાં બેસન, નમક, હળદર, મરચુ, આદુની પેસ્ટ, લીલા મરચા વગેરે ઉમેરો. તેને બરાબર હલાવો જેથી લોટના બિલકુલ ગઠ્ઠા ન રહે.
સ્ટેપ 2
બીજા એક વાડકામાં કેરીના ગોટલા લો. ગોટલા આસપાસ કેરીનો ગર હોય એ વાતનુ ખાસ ધ્યાન રાખો. તમે કેરીનો પલ્પ પણ યુઝ કરી શકો. તમને પા વાડકી જેટલો પલ્પ જોઈશે. હવે તેમાં પાણી નાંખીને કેરીનો બધો જ ગર પાણીમાં બરાબર મિક્સ કરી લો.
સ્ટેપ 3
આ પાણીને તમારા દહીં વાળા મિશ્રણમાં ઉમેરી બરાબર હલાવો. હવે તેને ગેસ પર મધ્યમ આંચ પર ઉકળવા દો. થોડી થોડી વારે હલાવતા રહો જેથી દહીંના ગઠ્ઠા ન થાય. જ્યારે તે ઉકળવા માંડે ત્યારે તેમાં હળદર અને કેરીના પલ્પનો કેસરી રંગ આવવા માંડશે. પંદરેક મિનિટ તેને ઉકળવા દો. વધુ ઘટ્ટ થઈ જાય તો પાણી ઉમેરો. તેની ઘટતા ગુજરાતી કઢી જેવી હોવી જોઈએ.
સ્ટેપ 4
વઘારિયામાં ઘી નાંખો, તેમાં જીરુ નાંખી તતડવા દો. પછી તજ લવિંગ, સૂકુ મરચું નાંખી તેને તતડવા દો. છેલ્લે હીંગ અને લીમડો નાંખી વઘાર કરી દો. વઘાર પછી થોડી વાર ફજેતો ઉકળવા દો. તૈયાર છે તમારો ટેસ્ટી ફજેતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2YVx3rI
No comments:
Post a Comment