ચોથા દિવસે ધમાકેદાર કમાણીઃ

નવી દિલ્હીઃ અજય દેવગણ અને તબુની ફિલ્મ દે દે પ્યાર દે એ સતત ચોથા દિવસે બોક્સ ઑફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. અજય દેવગણની ફિલ્મે રીલીઝના દિવસે એટલે કે શુક્રવારે 10.41 કરોડ, શનિવારે 13.39 કરોડ, રવિવારે 14.74 કરોડ અને સોમવારે 6 કરોડથી વધુ કમાણી કરી છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
46 કરોડની કમાણીઃ

ચાર જ દિવસમાં અજય દેવગણની ફિલ્મે 46 કરોડની કમાણી કરી નાંખી છે. ફિલ્મની ઝડપ જોતા લાગે છે કે ફિલ્મ હવે એકાદ દિવસમાં જ પોતાનું બજેટ કવર કરી લેશે. ફિલ્મનું બજેટ 75 કરોડ છે. અજય દેવગણની આ ફિલ્મ ભારતમાં 3100 સ્ક્રીન અને આખી દુનિયામાં 3750 કરતા વધારે સ્ક્રીન પર રીલીઝ થઈ છે.
ફિલ્મ હિટ જશે?

વીકેન્ડ સુધીમાં ફિલ્મ 60 કરોડની કમાણીનો આંકડો આસાનીથી ક્રોસ કરી લેશે એવો અંદાજો છે. અજય દેવગણ, તબુ અને રકુલ પ્રીતની આ ફિલ્મ દર્શકોને ખાસ્સી પસંદ આવી રહી છે. ત્રણેની કેમિસ્ટ્રી ફિલ્મમાં જામે છે. હવે આખુ અઠવાડિયુ ચાલુ દિવસમાં ફિલ્મ કેવી કમાઈ કરે છે તે જોવું રહ્યું.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Hug0Hy
No comments:
Post a Comment