Latest

Thursday, May 30, 2019

જે મોદીની ટીમમાં હશે તેમને ફોન કરાયા છે, આ સાંસદોના નામ સૌથી ટોપ પર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ પહેલા મોદીના મંત્રીમંડળમાં કોને જગ્યા મળશે તેના કેટલાક સંકેત મળવા માડ્યા છે. સૂત્રો દ્વારા જે સાંસદો શપથ લેવાના છે તેમના નામ સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે શપથ લેનારા મંત્રીઓના નામ સામે આવ્યા છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વચ્ચે આજે થયેલી લગભગ દોઢ કલાકની બેઠકમાં મંત્રીઓનું લિસ્ટ ફાઈનલ થઈ ગયું છે, પણ તેને હજુ સુધી સાર્વજનિક કરવામાં આવ્યું નથી. આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી સાડા 4 વાગ્યે શપથ લેનારા મંત્રીઓ સાથે વડાપ્રધાન નિવાસસ્થાન પર મુલાકાત કરશે અને તે પછી જ નામોને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી શકે છે. ખબરો મુજબ ખુદ ભાજપ અધ્યક્ષ શાહ મંત્રી બનનારા સાંસદોને ફોન કરી રહ્યા છે.

બીજી તરફ ટીવી ચેનલોમાં અને સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ઘણાં મંત્રીઓને પીએમઓ તરફથી ફોન આવી ગયા છે. ખબરો પ્રમાણે પીએમ મોદીના પહેલા કાર્યકાળમાં મંત્રી રહેલા ઘણાં મંત્રીઓને ફોન કરવામાં આવ્યા છે. કહેવાય છે કે, ઘણાં સાંસદોને પીએમઓથી કૉલ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક નામો આ પ્રમાણેના છે..

રાજનાથસિંહ

પૂર્વ ભાજપ અધ્યક્ષ, લખનૌથી સાંસદ, પાછલી સરકારમાં ગૃહ મંત્રી હતા.

નિતિન ગડકરી

પૂર્વ ભાજપ અધ્યક્ષ, નાગપુરથી સાંસદ, પાછલી સરકારમાં વાહનવ્યવહાર મંત્રી હતા.

રવિશંકર પ્રસાદ

પટના સાબેહથી સાંસદ, શત્રુઘ્ન સિન્હાને હરાવ્યા, પાછલી સરકારમાં કાયદામંત્રી હતા.

ધર્મેન્દ્ર પ્રધાન

પાછલી વખતે વિદિશાથી સાંસદ હતા, આ વખતે ચૂંટણી નથી લડ્યા, મોદીની પહેલી ટર્મમાં વિદેશ મંત્રી રહ્યા હતા.

નિર્મલા સીતારમણ

રાજ્યસભા સાંસદ, પાછલી સરકારમાં સંરક્ષણ મંત્રી રહ્યા હતા.

પ્રકાશ જાવડેકર

રાજ્યસભા સાંસદ છે, અને મોદીની પહેલી ટર્મમાં માનવ સંસાધન મંત્રી હતા.

મુખ્તાર અબ્બાસ નકવી

રાજ્યસભા સાંસદ, પાછલી સરકારમાં લઘુમતી મામલાના મંત્રી હતા.

રામવિલાસ પાસવાન

પાછલી વખતે હાજીપુરથી સાંસદ, આ વખતે ચૂંટણી નથી લડ્યા. મોદીની પહેલી ટર્મમાં ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી હતા.

જીતેન્દ્રસિંહ

ઉધમપુરથી સાંસદ, મોદીની પહેલી ટર્મમાં પીએમઓમાં મંત્રી હતા.

પીયૂષ ગોયલ

રાજ્યસભા સાંસદ, પાછલી સરકારમાં રેલવે મંત્રી હતા.

આર. કે સિંહ

આરાથી સાંસદ છે, મોદીની પહેલી ટર્મમાં વીજળી રાજ્ય મંત્રી, સ્વતંત્ર પ્રભાર

બાબુલ સુપ્રિયો

આસનસોલથી સાંસદ, પાછલી સરકારમાં ભારે ઉદ્યોગોના રાજ્ય મંત્રી.

રામદાસ આઠવલે

આરપીઆઈ (એ)ના પ્રમુખ, પાછલી સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારીકક્ષેત્રના રાજ્ય મંત્રી હતા.

સ્મૃતિ ઈરાની

અમેઠીથી રાહુલ ગાંધીને હરાવીને સાંસદ બન્યા. પાછલી સરકારમાં કાપડ મંત્રી હતા.

સદાનંદ ગૌડા

બેંગ્લુરુ નોર્થના સાંસદ, પાછલી સરકારમાં રસાયણ અને ખાતર મંત્રી.

કિરણ રિજીજૂ

અરુણાચલ વેસ્ટથી સાંસદ, પાછલી સરકારમાં ગૃહ મંત્રી રહ્યા હતા.

સંતોષ ગંગવાર

બરેલીથી સાંસદ, મોદીની પહેલી ટર્મમાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી, સ્વતંત્ર પ્રભાર.

નરેન્દ્રસિંહ તોમર

મુરૈનાથી સાંસદ, પાછલી સરકારમાં પંચાયતી રાજ મંત્રી, ગ્રામીણ વિકાસ.

પુરુષોત્તમ રુપાલા

રાજ્યસભા સાંસદ, મોદીની પહેલી ટર્મમાં કૃષિ રાજ્ય મંત્રી હતા.

રમેશ નિશંક

હરિદ્વારથી સાંસદ અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ, મોદી સરકારમાં પહેલી વખત મંત્રી હતી.

ગિરિરાજસિંહ

બેગુસરાઈથી સાંસદ, મોદી સરકારની પહેલી ટર્મમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી હતા, સ્વતંત્ર પ્રભાર.

રાજ્યવર્ધનસિંહ રાઠોડ

જયપુર ગ્રામીણથી સાંસદ, મોદી-1 સરકારમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી, સ્વતંત્ર પ્રભાર.

નિત્યાનંદ રાય

બિહારના ઉજિયાપુરથી સાંસદ અને ભાજપના રાજ્ય અધ્યક્ષ, પહેલી વખત મોદી સરકારમાં મંત્રી બનશે.

વીકે સિંહ

ગાઝિયાબાદથી સાંસદ, પાછલી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી હતા.

મહેશ શર્મા

ગૌતમબુદ્ધ નગરથી સાંસદ, પાછલી સરકારમાં સંસ્કૃતિ રાજ્ય મંત્રી, સ્વતંત્ર પ્રભાર.

હરસિમરત કૌર બાદલ

ભટિંડાથી સાંસદ, મોદીની પહેલી ટર્મમાં ખાદ્ય પ્રક્રિયાના મંત્રી હતા.



from Page Array – I Am Gujarat http://bit.ly/30VIule

No comments:

Post a Comment

Pages