શ્રદ્ધાથી નારાજ થયો આ ફિલ્મ મેકર
એક્ટ્રેસ રાની મુખર્જીનો પતિ અને ફિલ્મ મેકર આદિત્ય ચોપરા હંમેશા કેમેરા પાછળ રહેવાનું પસંદ કરે છે, આદિત્યે એકથી એક ચડીયાતી ફિલ્મો આપી છે. ખાસ વાત તો એ છે કે યશરાજ બેનર હેઠળ તેણે ઘણાં એક્ટરને બોલિવુડમાં જગ્યા અપાવી. રિપોર્ટનું માનીએ તો યશરાજ શ્રદ્ધા કપૂરને લોન્ચ કરવા માગતા હતા પરંતુ કંઈક એવું થયું કે આ માત્ર સપનું બનીને જ રહી ગયું.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
શ્રદ્ધાએ 3 ફિલ્મોના કોન્ટ્રાક્ટ માટે ના પાડી
સફળ લોકો પોતાનું અપમાન સરળતાથી ભૂલતા નથી. આવું જ કંઈક આદિત્ય ચોપરા અને શ્રદ્ધા કપૂર સાથે પણ થયું. ઈન્ડસ્ટ્રીના લોકો જાણે જ છે કે એક્ટર શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર જ્યારે કંઈ જ નહોતી ત્યારે યશરાજ ફિલ્મ્સે તેને પોતાને ફિટ બનાવવામાં મદદ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આદિત્યને તેના ભવિષ્યને લઈને ઘણો વિશ્વાસ હતો. જ્યારે ફિલ્મો કરવાનો સમય આવ્યો ત્યારે શ્રદ્ધાએ સ્પષ્ટ કહ્યું કે તે સ્ટૂડિયો સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ નહીં કરે.
શ્રદ્ધાને પોતાના બેનર હઠળ કરવી હતી લોન્ચ
આદિત્ય ચોપરા યશરાજ ફિલ્મ્સના બેનર બેઠળ શ્રદ્ધા કપૂરને લોન્ચ કરવા માગતો હતો. એવું કહેવાય છે કે શ્રદ્ધા ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ કરવા માટે તૈયાર નહોતી. ‘આશિકી 2’થી સફળતા મેળવાનારી શ્રદ્ધા કપૂર આજે ભલે હિટ હોય પરંતુ આદિત્ય તે વાત ભૂલ્યો નથી કે આ એક્ટ્રેસે તેની સાથે કોન્ટ્રાક્ટ કરવાની ના પાડી હતી. તેનું પરિણામ એ આવ્યું કે આદિત્યએ તે ફિલ્મ પ્રોડ્યૂસ કરવાની ના પાડી દીધી જેમાં શ્રદ્ધા હીરોઈન હતી.
પ્રોડ્યૂસરે રાખી આવી શરત
વર્ષ 2017માં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ ‘ઓકે જાનૂ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2015ની મણિરત્નમની હિટ ફિલ્મ ‘ઓ કદલ કામિની’ની હિંદી રિમેક હતી. આ ફિલ્મની રિમેક બનાવવાના રાઈટ્સ ડાયરેક્ટર શાદ અલીએ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ આશ્વાસન મળ્યા બાદ લીધા હતા. જ્યારે શાદ ફિલ્મના રાઈટ્સને લઈને યથરાજ બેનર હેઠળ તેને બનાવવાની વાત આદિત્ય ચોપરા સાથે કરી તો તેણે હા પાડી હતી. પરંતુ જ્યારે આદિત્યને જાણ થઈ કે ફિલ્મની હિરોઈન શ્રદ્ધા છે તો તેમણે યશરાજ ટેલેન્ટની કોઈ હિરોઈનને લેવા માટે કહ્યું હતું.
ફિલ્મ પ્રોડ્યૂસ કરવાની પાડી ના
આદિત્ય ઈચ્છતો હતો કે ફિલ્મ પરિણીતિ ચોપરા કરે, જેનું કરિયર તે વખતે ખતરામાં હતું. શાદે યશરાજ બેનરનો મોહ છોડતાં પરિણીતિને ફિલ્મમાં લેવાનો ઈનકાર કરી દીધો હતો. જે બાદ આદિત્યએ પણ ફિલ્મને પ્રોડ્યૂસ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ બાદ શાદ ફિલ્મને લઈને કરણ જોહર પાસે ગયા, જે ફિલ્મમાં પૈસા લગાવવા માટે તૈયાર થઈ ગયો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઠીક-ઠાક કલેક્શ કર્યું હતું.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HFUDSt
No comments:
Post a Comment