કરીનાના ડાયેટની ચર્ચાઃ
બધા જ બોલિવુડ સ્ટાર્સમાંથી સૌથી વધુ ચર્ચા કરીના કપૂર ખાનના ડાયેટની થાય છે. તૈમૂરની પ્રેગનેન્સી વખતે તેણે ખાસ્સુ વજન વધાર્યું હતું પરંતુ હવે તે પાછી શેપમાં આવી ગઈ છે. તેની ડાયેટ સિક્રેટ્સ જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. કરીના આવું ફિગર મેઈનટેન કરવા માટે કોઈ સુપર ફૂડ નહિ પરંતુ ઘરે બનાવેલુ સાદુ ભોજન જ જમે છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
કરીનાનું ડાયેટ સિક્રેટઃ
સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર સાથે લાઈવ સેશનમાં કરીનાએ ડાયેટ અંગે અનેક ખોટી માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે તેને ભાત વિના જરાય નથી ચાલતું. 37 વર્ષની એક્ટ્રેસે જણાવ્યું કે તે અને તેનો પતિ સૈફ બંને જમવામાં ભાત લેવાનું ચૂકતા નથી. ઘણા લોકો વજન ઉતારવા ભાત બંધ કરી દેતા હોય છે. પરંતુ આ સેલેબ્સ માન્યતાને ખોટી પાડી રહ્યા છે. કરીનાએ જણઆવ્યું કે તેને ખિચડી ખૂબ ભાવે છે અને તે અવારનવાર ખિચડી ખાવાનું પસંદ કરે છે. વજન ઘટાડવાની ટિપ્સ આપતા કરીનાએ કહ્યું કે તે સ્થાનિક અને ઘરે રાંધેલુ ભોજન ખાવાનું પસંદ કરે છે.
ખાસ્સુ વજન ઉતારી ચૂકી છેઃ
તૈમૂરના જન્મ પછી કરીનાનું જે ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે તેની ખાસ્સી ચર્ચા થાય છે. કરીના જણઆવે છે કે ડાયેટમાં શિસ્ત જાળવ્યા ઉપરાંત તે નિયમિત કસરત કરે છે અને સમયસર ઊંઘી જાય છે. આ કારણે તેની પેટની ચરબી ઝડપથી ઓગળવા માંડી હતી. તેણે એમ પણ કહ્યું કે તેને શેપમાં આવતા એક વર્ષનો સમય લાગ્યો હતો જે નોર્મલ છે. તેણે લોકોને પણ તેમના શરીરની વાત સાંભળવા અને સમજી વિચારીને ભોજન ગ્રહણ કરવા અપીલ કરી હતી. કરીનાએ કહ્યું, “માતાઓને ખાસ જણાવાનું કે ભોજન શરીરને પોષણ મળે એ માટે કરવું જોઈએ, ફટાફટ વજન ઉતારવા માટે નહિ. તમારુ ફોકસ માત્ર વજન ઉતારવા પર ન હોવુ જોઈએ.”
સાઈઝ ઝીરો ડાયેટઃ
અગાઉ સાઈઝ ઝીરો ડાયેટને લઈને કરીનાની ખાસ્સી ટીકા થઈ હતી. કરીનાએ કહ્યું કે તે ફિલ્મ શૂટ કરતી વખતે પણ મોમો અને થુપકા જેવા લોકલ ફૂડ જ ખાતી હતી. તો લોકલ ફૂડ કરીનાની ફિટનેસનું સિક્રેટ છે.
સીઝન પ્રમાણે ફ્રૂટ ખાવઃ
કરીનાએ સીઝન મુજબ ફ્રૂટ ખાવા પર પણ ભાર આપ્યો હતો. તેણે જણાવ્યું કે સ્થાનિક રીતે ઉગતા, ઓર્ગેનિક ફૂડથી તમારા શરીરને લાભ થશે. કરીનાએ કહ્યું કે તે ઉનાળામાં કેરી, દહીં ભાત, કોકમ ડ્રિંક અને લીંબુ પાણી લેવાનું ચૂકતી નથી. તેનાથી શરીરમાં હાઈડ્રેશન જળવાઈ રહે છે અને જરૂરી પ્રોટીન પણ મળી રહે છે.
રોજ શું ખાય છે?
કરીનાના ડાયનિંગ ટેબલ પણ તમને રાગી અને બાજરી જેવા ધાનની બનેલી બ્રેડ મળશે. તે ટ્રાવેલિંગ કરતી હોય ત્યારે પણ દાળ-ભાત ખાવાનું પસંદ કરે છે.
ડાયેટ બોરિંગ ન હોવું જોઈએઃ
ઋજુતા દિવેકરને પોતાની લાઈફસ્ટાઈલમાં પોઝિટિવ ફેરફાર લાવવા બદલ અભિનંદન આપ્યા બાદ કરીનાએ જણઆવ્યું કે તે હવે સમજી વિચારીને ખાય છે અને તેણે તેના શરીરની સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટીમાં ગજબ ફરક મહેસૂસ કર્યો છે. કરીનાએ જણાવ્યું કે હેલ્ધી ડાયેટ બોરિંગ હોય એ જરૂરી નથી. તેણે ચાહકોને સ્થાનિક ફૂડ ખાઈને શરીરમાં થતા ફેરફાર મહેસૂસ કરવા જણાવ્યું હતું.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2M34V4F
No comments:
Post a Comment