Latest

Sunday, May 19, 2019

શું સલમાન ખાને ઐશ્વર્યાને ક્રોપ કરીને શેર કર્યો જૂનો ફોટોગ્રાફ?

સલમાને શેર કર્યો શર્મિનનો બાળપણનો ફોટો

ફિલ્મમેકર સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર શનિવારના રોજ લૉન્ચ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં બે નવા ચહેરા જોવા મળશે. સંજય લીલા ભણસાળી આ ફિલ્મ થકી તેમની ભાણી શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મીઝાન જાફરીને લૉન્ચ કરી રહ્યા છે. એક્ટર સલમાન ખાને પણ એક્ટ્રેસ શર્મિનનો બાળપણનો એક ફોટો શેર કર્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ઐશ્વર્યાને ક્રોપ કરીને શેર કર્યો જૂનો ફોટોગ્રાફ!

સલમાન ખાને શર્મિનનો બાળપણનો એક ફોટો શેર કર્યો છે. પરંતુ, આ ફોટોમાં લોકોનું ધ્યાન શર્મિન કરતા બીજી એકબાજુ વધુ ખેંચાઈ રહ્યું છે કારણકે આ ફોટોમાં સલમાન ખાને ઐશ્વર્યા રાયને ક્રોપ કરી છે. આ ફોટો ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ના શૂટિંગ દરમિયાનનો છે. આ ફોટોમાં શર્મિન સલમાનની સાથે તેના અંકલને કેક ખવડાવી રહી છે.

ફોટો ‘હમ દિલ દે ચુકે સનમ’ વખતનો છે

આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે તે આ ફિલ્મના ગીત ‘હમ દિલ દે ચુકે સનમ’ના શૂટિંગ દરમિયાનનો છે. આ ફોટોમાં પાછળ ઊભેલી વ્યક્તિ ઐશ્વર્યા રાય છે. આ ફોટોને ક્રોપ કરીને શેર કરવામાં આવ્યો છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Q9gOUY

No comments:

Post a Comment

Pages