Latest

Sunday, May 19, 2019

પ્રિયંકાએ પહેરી મોંઘી ઘડિયાળ, કિંમત સાંભળી ચક્કર આવી જશે 😲

પ્રિયંકાનો લૂક ચર્ચામાંઃ

બૉલિવુડ પછી હૉલિવુડમાં પણ પોતાનો ડંકો વગાડનાર પ્રિયંકા ચોપરાને ગ્લોબલ આઈકન માનવામાં આવે છે. પ્રિયંકા ફિલ્મો ઉપરાંત મોંઘા આઉટફિટ્સ, બેગ્સ અને શૂઝ તથા જ્વેલરીને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પ્રિયંકાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં પ્રિયંકાએ વ્હાઈટ બ્લેઝર અને વ્હાઈટ સ્કર્ટ પહેર્યું છે. અને પ્રિયંકા પોતાના પતિનો હાથ પકડીને ચાલી રહી છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

મોંઘી ઘડિયાળ સાથે દેખાઈઃ

પ્રિયંકાએ હાથમાં રોઝ ગોલ્ડ રંગની ઘડિયાળ પહેરી છે. પ્રિયંકાનો આ ફોટો તેની તસવીરને કારણે નહિ પરંતુ તેની ઘડિયાળને કારણે વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકાએ આ ઘડિયાળનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો. Chopard બ્રાન્ડની આ ઘડિયાળમાં ડાયમન્ડ જડેલા છે. આ ફોટો શેર કરતા પ્રિયંકાએ લખ્યું, “આ Cannes જવાનો સમય છે, આ Chopard સાથે.”

અધધ છે કિંમતઃ

પ્રિયંકાની ઘડિયાળની કિંમત સાંભળી તમે પણ નવાઈ પામી જશો. આ રોઝ ગોલ્ડ ઘડિયાળની કિંમત 26 લાખ 54 હજાર રૂપિયા છે. આ પહેલીવાર નથી પ્રિયંકાએ આટલી મોંઘી ચીજ પહેરી હોય. બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ 2019માં તેણે 1.8 કરોડ રૂપિયાની જ્વેલરી અને કપડા પહેર્યા હતા. Cannesમાં પ્રિયંકાનો રેડ કાર્પેટ લૂક ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2w6uRRQ

No comments:

Post a Comment

Pages