Latest

Thursday, May 30, 2019

એડ્રેસ પ્રૂફ વિના આધાર કાર્ડમાં આ રીતે જાતે જ સરનામું બદલી શકો છો

આધાર કાર્ડમાં એડ્રેસ બદલો

નવી દિલ્હીઃ ભારતમાં ઘણી બધી સરકારી સુવિધાઓને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવામાં આવી છે. જેના કારણે તે સૌથી જરૂરી ડોક્યૂમેન્ટ્સમાંથી એક બની ગયું છે. જો તમે કોઈ નવી જગ્યા અથવા અન્ય રાજ્યમાં રહેવા પહોંચ્યા છો અને તમારી પાસે નવી જગ્યાનું માન્ય પ્રૂફ નથી તેમ છતાં તમે પોતાના આધાર કાર્ડનું રજીસ્ટર્ડ એડ્રેસ બદલાવી શકો છો. યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ હવે એડ્રેસ બદલવા માટે આધાર વેલિડેશન લેટરના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કોઈનું પણ એડ્રેસ વેરિફાય કરાવી શકશો

આધાર કાર્ડ પર નવું એડ્રેસ અપડેટ કરવા માટે તમારે આ લેટરનો ઉપયોગ કરવાનો રહેશે. આ લેટરમાં યુઝર માટે કોઈ બીજું એડ્રેસ વેરિફાય કરી શકે છે. જણાવી દઈએ કે પરિવારના કોઈ સદસ્ય, સંબંધી, મિત્ર અથવા મકાન માલિક જેવા લોકો એડ્રેસ વેરિફાય કરી શકે છે. આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે…

આ સ્ટેપ્સથી બદલાશે એડ્રેસ

સ્ટેપ 1: સૌથી પહેલા આધાર સેલ્ફ-સર્વિસ અપડેટ પોર્ટલ પર જઈને એડ્રેસ વેલિડેશન લેટર માટે રિક્વેસ્ટ કરવી પડશે. આ બાદ આપેલા એડ્રેસ પર લેટર એક સીક્રેટ કોડ સાથે મોકલી દેવામાં આવશે.
સ્ટેપ 2: આ લેટર મળવા પર UIDAI પોર્ટલ પર જઈને તમને તમારા UIDAI પોર્ટલ પર જઈને તમારે આધાર એકાઉન્ટમાં લોગ-ઈન કરવાનું રહેશે.
સ્ટેપ 3: અહીં માગેલી જાણકારી અને જરૂરી ડોક્યૂમેન્ટ્સ (એડ્રેસ વેલિડેશન લેટર) અપલોડ કરીને તમે પોતાનું એડ્રેસ અપડેટ કરી શકશો.

અન્ય ફેરફારો માટે નિકટના આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં જાવ

જણાવી દઈએ કે આ પ્રકારે તમે પોતાનું એડ્રેસ જ ઓનલાઈન અપડેટ કરી શકો છો. મોબાઈલ નંબર, નામ અથવા જન્મતિથિ જેવી માહિતી બદલવા માટે તમારે નિકટના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાનું રહેશે. અહીં તમારે આધાર અપડેટ/કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે. સાથે જ જરૂરી આઈડી પ્રૂફ આપીને પોતાના બાયોમેટ્રિક્સ પણ વેરિફાય કરાવવાના રહેશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2KlCNHB

No comments:

Post a Comment

Pages