પૈડી અપ્ટને કર્યો ખુલાસો

મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફ ‘માહી’ને કોણ નથી ઓળખતું. ‘કેપ્ટન કૂલ’ના ફેન્સ દુનિયાભરમાં રહેલા છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના મેન્ટલ કંડીશનલ કોચ પૈડી અપ્ટને પોતાના પુસ્તક ‘બેરફૂટ’માં ધોની અંગે મહત્વના ખુલાસા કર્યા છે જેમાંથી એક ખૂબ જ રસપ્રદ છે. અપ્ટને કહ્યું કે, ટીમ મીટિંગ અને પ્રેક્ટિસમાં મોડા આવનારા લોકો માટે ધોનીએ એવો રૂલ બનાવ્યો કે ક્રિકેટર્સ ક્યારેય મોડા ના પડ્યા.
અપ્ટને બુકમાં શું લખ્યું?

પેડી અપ્ટને પોતાની બુકમાં લખ્યું છે કે, “જ્યારે હું ટીમ ઈન્ડિયા સાથે જોડાયો ત્યારે અનિલ કુંબલે ટેસ્ટ ટીમનો અને મહેંદ્રસિંહ ધોની વન ડે ટીમનો કેપ્ટન હતો. અમે ટીમના તમામ ખેલાડીઓને કહ્યું હતું કે પ્રેક્ટિસ અને ટીમ મીટિંગમાં સમયસર આવવું જરૂરી છે. જેના પર તમામે સંમતિ દર્શાવી હતી. ત્યારે અમે ટીમને પૂછ્યું કે જો કોઈ મોડું આવે તો તેને શું સજા મળવી જોઈએ?”
મોડા આવનારને આટલો દંડ

આ મામલે પર અનિલ કુંબલેએ સલાહ આપી કે ટેસ્ટ ટીમમાં મોડા આવનારા ખેલાડીઓને 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. દ્યારે આ મામલે પર ‘માહી’નું વલણ અલગ જ હતું.
ધોનીએ બનાવ્યો ગજબ રૂલ

આ મામલે ‘કેપ્ટન કૂલે’ સલાહ આપી કે જે ખેલાડી મીટિંગ કે પ્રેક્ટિસમાં સમયસર નહીં આવે તેની સાથે આખી ટીમે 10,000-10,000 રૂપિયા દંડ ભરવો પડશે. અપ્ટને કહ્યું કે, ધોનીના આ નિર્ણય બાદ ટીમનો કોઈ ખેલાડી ક્યારેય મોડો ન આવ્યો. ઉપરાંત પોતાના સાથી ખેલાડીને પણ ક્યારેય લેટ ન થવા દીધો.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2Q7Haqq
No comments:
Post a Comment