Latest

Thursday, May 16, 2019

ડેબ્યૂ ફિલ્મ હિટ ગયા બાદ બોલિવુડમાંથી ગાયબ જ થઈ ગઈ આ એક્ટ્રેસ

જન્મ દિવસ ઉજવી રહી છે એક્ટ્રેસ

ફિલ્મ ‘જન્નત’થી ફેમસ થયેલી એક્ટ્રેસ સોનલ ચૌહાણે ગયા વર્ષે ફિલ્મ ‘પલટન’ અને ‘જેક એન્ડ જિલ’થી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. એક્ટ્ર્સ આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે. હાલ તે પોતાની નવી વેબસીરિઝ ‘સ્કાઈફાયર’ને લઈને તૈયાર છે, જેને સૌમિક સેને ડાયરેક્ટ કરી છે.

‘સફળતાની મગજમાં રાઈ નથી ભરાઈ’

વેબ સીરિઝ ‘સ્કાઈફાયર’ના લોન્ચ માટે પહોંચેલી સોનલ ચૌહાણે કહ્યું કે, ‘મારા મગજમાં એવી રાઈ ક્યારેય ભરાઈ નથી કે મેં એક સફળ ફિલ્મ આપી છે, મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ અને આગળ પણ કામ કરવું જોઈએ’.

‘સ્ટડી પૂરૂં કરવા દિલ્હી ગઈ હતી’

સોનલ ચૌહાણે વધુમાં કહ્યું કે, ‘હું મારૂ ભણતર પૂરું કરવા માટે દિલ્હી પરત જતી રહી હતી, પછી ત્યાંથી પરત ફરી અમિતાભ સર સાથે બુઠ્ઠા હોગા તેરા બાપ ફિલ્મ કરી. ત્યાંથી સાઉથની ફિલ્મોની શરુઆત થઈ અને બે-ત્રણ વર્ષ ક્યા નીકળી ગયા તે ખબર જ ન પડી’.

ડેબ્યૂ ફિલ્મ ‘જન્નત’ રહી સુપરહિટ

એક્ટ્રેસે કહ્યું કે, ‘મેં તે વિચાર્યું જ નહીં કે મારે મુંબઈમાં રોકાવનું જોઈતું હતું જેથી લોકોને ખબર પડે કે હું શું કરી રહી છું. પરંતુ હવે હું પરત આવી ગઈ છું, મારો પ્રયાસ એ જ રહેશે કે હું અહીંયા રહીને કામ કરૂં’. સોનલ આજે પોતાનો 32મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. સોનલની ડેબ્યૂ ફિલ્મ ‘જન્નત’ સુપરહિટ રહી હતી.

આ રીતે મળી હતી પહેલી ફિલ્મ

રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ડાયરેક્ટર કુણાલ દેશમુખે સોનલને મુંબઈની એક રેસ્ટોરામાં જોઈ હતી અને એક અઠવાડિયામાં જ પોતાની ફિલ્મમાં કાસ્ટ કરી લીધી હતી. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને તેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ પહેલા સોનમ હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરૂર’માં પણ કામ કરી ચૂકી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/30l2cGK

No comments:

Post a Comment

Pages