મુંબઈ: એક્ઝિટ પોલના અંદાજ મુજબ વાસ્તવિક રિઝલ્ટ આવશે તો ચૂંટણી પછી પણ બજારમાં તેજી આવી શકે છે, એમ બ્રોકરેજિસે જણાવ્યું હતું. એક્ઝિટ પોલના તારણને બજારે વધાવી લીધા હતા અને સૂચકાંકોમાં એક દાયકાનો સૌથી મોટો 3.7 ટકાનો ઉછાળો આવ્યો હતો. હાલમાં દબાણ હેઠળ રહેલા બ્રોડર માર્કેટમાં પણ તેજી આવી શકે છે. જોકે સાવધ રહેવાની પણ સલાહ છે. સીએલએસએ માને છે કે વેલ્યુએશન અને આર્થિક વાસ્તવિક નિફ્ટીમાં આશરે 12,000 સુધી તેજીની સીમિત બનાવી શકે છે. જો વાસ્તવિક રિઝલ્ટ ત્રિશંકુ સંસદ માટેના હશે તો બજારમાં તીવ્ર ઘટાડો પણ થઈ શકે છે.
CLSA
જો એક્ઝિટ પોલનાં તારણ સાચાં પડશે તો ભારતનું બજાર વધુ ચડિયાતો દેખાવ કરી શકે છે. સ્થિર સરકાર ઉપરાંત હકારાત્મક બાબત એ છે કે લોકરંજક પગલાં અને રાજકોષીય ખાધની ચિંતા દૂર થશે. જોકે વેલ્યુએશન અને આર્થિક વાસ્તવિક નજીકના ગાળામાં નિફ્ટીમાં અપસાઇડને 12,000 સુધી સીમિત બનાવી શકે છે. સીએલએસએના ટોચની પસંદગીના શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી, ગોદરેજ પ્રોપર્ટીઝ, રામકો સિમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટીસી છે.
જેફરીઝ
જેફરીઝ માને છે કે ચૂંટણીના રિઝલ્ટમાં નિર્ણાયક બહુમતી બજાર માટે વધુ સારી બાબત છે. જો હાલની સરકાર સત્તામાં ફરી આવશે તો બજારમાં પોસ્ટ ઇલેક્શન તેજી જોવા મળી શકે છે, કારણ કે ચૂંટણી સંબંધિત ચિંતાનો અંત આવશે.
મોર્ગન સ્ટેન્લી
આ ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીએ જણાવ્યું હતું કે જો એક્ઝિટ પોલ સાચા પડશે તો ભારતના બજારમાં મજબૂત તેજી આવી શકે છે. બ્રોડર માર્કેટમાં પણ અપવર્ડ મૂવમેન્ટની ઊંચી શક્યતા છે. જો વાસ્તવિક રિઝલ્ટ ત્રિશંકુ સંસદ માટે હશે તો અને તેમાં સૌથી મોટા પક્ષને 160થી ઓછી બેઠક મળશે તો ઇક્વિટી માર્કેટને મોટો ફટકો પડશે.
નોમુરા
એક્ઝિટ પોલમાં એનડીએ માટે ધારણા કરતાં વધુ સારા પરિણામનો સંકેત છે, પરંતુ નજીકના ગાળામાં વૃદ્ધિનું જોખમ છે. ગ્રામીણ માર્કેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, જીએસટીની સરળતા અને ડાયરેક્ટ ટેક્સમાં સુધારો તથા સરકારી બેન્કોનું કોન્સોલિડેશન મુખ્ય પ્રાથમિકતા હશે. જો એનડીએ સત્તામાં ફરી આવશે તો ટૂંકા ગાળામાં આર્થિક સ્થિતિમાં પલટો નહીં આવે તો પરંતુ રાજકીય અનિશ્ચિતતાનો અંત આવશે અને નીતિવિષયક બાબતોમાં સાતત્ય રહેશે, જે મધ્યમ ગાળા માટે પોઝિટિવ છે.
યુબીએસ
જો એક્ઝિટ પોલ સાચા પડશે (ભાજપને સ્પષ્ટ બહુમતી) તો નિફ્ટીમાં નજીકના ગાળામાં 5થી 10 ટકા તેજી આવી શકે છે. એનડીએ સિવાયની સરકારથી ઇન્ડેક્સમાં 10થી 15 ટકા સુધી કરેક્શન આવશે. રાજકોષીય ખાધનો અંદાજ ચૂકી જવાની બાબત અને નેગેટિવ ગ્રોથ સરપ્રાઇઝ જેવા નેગેટિવ પરિબળો પણ જોવા મળી શકે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2JzsFey
No comments:
Post a Comment