Latest

Friday, May 10, 2019

સલમાન અને આલિયા ભટ્ટના કારણે આ એક્ટ્રેસે બદલી નાખ્યું પોતાનું નામ!

બોલિવુડમાં એક્ટ્રેસે મેળવી નામના

કિયારા અડવાણી હાલ બોલિવુડમાં સફળકાના શિખરો સર કરી રહી છે. શાહિદ કપૂર સાથે તે ફિલ્મ કબીર ખાનમાં જોવા મળશે, જેનું હાલમાં જ એક નવું પોસ્ટર રિલીઝ થયું હતું. કબીર સિંહ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે. કબીર સિંહ સિવાય કિયારા પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે અક્ષય કુમાર સાથે બે ફિલ્મોમાં જોવા મળશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સિદ્ધાર્થ સાથે અફેર હોવાની ચર્ચા

કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. આ બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાનો બોલિવુડમાં ગણગણાટ છે, જો કે બંનેમાંથી કોઈએ આ વાત હજુ સુધી સ્વીકારી નથી. એકટ્રેસના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2014માં ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું અને પાંચ વર્ષની અંદર જ તેણે બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. જો કે વર્ષ 2018 પહેલા તેનું નામ વધારે ચર્ચામાં નહોતું.

‘ફગલી’થી બોલિવુડમાં કર્યું ડેબ્યૂ

કિયારા અડવાણી પોતાની કરિયરની શરૂઆત ફિલ્મ ફગલીથી કરી હતી. જેના બે વર્ષ બાદ તેને ફિલ્મ ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી મોટો બ્રેક મળ્યો. કિયારા અડવાણીને સફળતા મળી તેમાં કરણ જોહરની ‘લસ્ટ સ્ટોરી’નો મહત્વનો ભાગ છે.

કિયારાએ બદલી નાખ્યું પોતાનું નામ!

કિયારા અડવાણીનું અસલી નામ આલિયા અડવાણી છે, તે વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે. તેણે પોતાનું આ નામ સલમાન ખાનના કારણે બદલવું પડ્યું. આ અંગેનો ખુલાસો તેણે એક રિયાલિટી શોમાં કર્યો. શોમાં કિયારાએ કહ્યું કે, ‘મારુ નામ આલિયા હતું. પરંતુ આલિયા ભટ્ટના કારણે સલમાને મને નામ બદલવાની સલાહ આપી હતી કારણ કે તેનું કહેવું હતું કે એક નામની બે એક્ટ્રેસ બોલિવુડમાં હોય શકે નહીં. સલમાને માત્ર સલાહ આપી હતી પરંતુ કિયારા નામ મે પસંદ કર્યું હતું. મારા માતા-પિતા પણ હવે મને આ નામથી બોલાવે છે’.

આ ફિલ્મોમાં જોવા મળશે એક્ટ્રેસ

કરણ જોહરની ફિલ્મ ‘કલંક’ના એક સોન્ગમાં જોવા મળેલી એક્ટ્રેસની ફિલ્મ કબીર સિંહ જૂન મહિનામાં રિલીઝ થશે. આ સિવાય દિલજીત દોસાંજ, કરીના કપૂર અને અક્ષય કુમાર સાથેની તેની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે.

કિયારાની હોટનેસ

ઈશા અંબાણીની ખાસ ફ્રેન્ડ છે એક્ટ્રેસ

એથનિક વેરમાં પણ સુંદર લાગે છે

કિયારાની આ તસવીર જુઓ

સાઉથની ફિલ્મમાં જોવા મળશે એક્ટ્રેસ



from Page Array – I Am Gujarat http://bit.ly/2VxOMbS

No comments:

Post a Comment

Pages