Latest

Thursday, May 30, 2019

અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની પૂર્વ પત્ની દાન કરશે ડિવોર્સ બાદ મળેલી અડધી સંપત્તિ

મેકેન્ઝી બેજોસ દાન કરશે અડધી સંપત્તિ

અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોઝના હાલમાં જ ડિવોર્સ થયા છે. ત્યાર બાદ તેમની પત્ની મેકેન્ઝી બેજોસને 2.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ મળી. જેમાંથી મેકેન્ઝીએ અડધી સંપત્તિ દાન કરવાનો નિર્ણય કર્યો છે. મેકેન્ઝીએ વોરન બફેટ અને બિલ ગેટ્સની સંસ્થા દ્વારા અડધી સંપત્તિ દાનમાં આપવાની શપથ લીધી છે. ગિવિંગ પ્લેજ નામની સંસ્થાની સ્થાપના 2010માં થઈ.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ગિવિંગ પ્લેજને લખ્યો પત્ર

મેકેન્ઝીએ પોતાના નિર્ણય અંગે ગિવિંગ પ્લેજને પત્ર લખ્યો છે. જેમાં તેણે લખ્યું કે, દાન કરવાની પ્રેરણા એની ડિલાર્ડના પુસ્તક ધ રાઈટિંગ લાઈફ વાંચીને મળી. મેકેન્ઝીના આ પગલાની પ્રશંસા પૂર્વ પતિ જેફ બેજોસે પણ કરી છે.

23 દેશના લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે

ગિવિંગ પ્લેજ સાથે વિશ્વના 23 દેશોના લોકો જોડાયેલા છે. જેમાં ઘણા ભારતીયો પણ સામેલ છે. ગિવિંગ પ્લેજ સાથે જોડાનારા વ્યક્તિઓમાં અમેરિકન બિઝનેસમેન મનોજ ભાર્ગવ, સિમ્ફની ટેક ગ્રુપના CEO રોમેશ વાધવાની, યૂએઈમાં કંપની ચલાવતા બી આર શેટ્ટી અને સી આર શેટ્ટી, બાયોકોનના ફાઉન્ડર કિરણ મજૂમદાર શા, ઈન્ફોસિસના નિલેકાણી અને વીપ્રોના અઝીમ પ્રેમજી સામેલ છે.

બિલ ગેટ્સ અને વોરન બફેટ પણ છે દાનવીર

માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને વોરન બફેટ પોતાની મોટાભાગની સંપત્તિ દાન કરી ચૂક્યા છે. આ બંને દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન ધરાવે છે. મેકેન્ઝીના પૂર્વ પતિ જેફ બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તિ 8 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2XePpUe

No comments:

Post a Comment

Pages