છ યુવાનોએ કરી ધોલાઈઃ
સુરેન્દ્ર સિંહ, ગુડગાંવઃ ભરબજારમાં શનિવારે મોડી રાત્રે મસ્જિદથી પાછા ફરતા યુવકની અમુક બદમાશોએ પીટાઈ કરી હતી. પીડિતનો આરોપ છે કે તેનો રસ્તો રોકી તેને ટોપી કાઢી ચાલવા જણાવાયું હતું. આ ઉપરાંત બદમાશોએ તેને કથિત રીતે જય શ્રી રામ અને ભારત માતા કી જય બોલવા જબરદસ્તી કરી હતી. તેનો વિરોધ કરવા પર તેની પિટાઈ થઈ હતી અને તેની ટોપી ઉતારીને ફેંકી દેવાઈ હતી. પીડિત કાંપવા ન માંડ્યો ત્યાં સુધી આરોપી તેને પીટતા રહ્યા. આરોપી ગયા પછી યુવકે મસ્જિદમાં અને ઘરવાળાને ફોન કર્યો હતો. ત્યાર પછી યુવાનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. પોલિસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓની શોધખોળ કરી રહી છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
રાત્રે 10 વાગે બની ઘટનાઃ
અમારા સહયોગી અખબાર નવભારત ટાઈમ્સ સાથેની વાતચીતમાં પીડિત યુવક મહોમ્મદ બરકત આલમે જણાવ્યું કે શનિવારે રાત્રે સવા 10 વાગ્યે તે મસ્જિદથી આવી રહ્યો હતો. આ દરમિયાન તેને છ યુવાન મળ્યા જે શ્યામ સ્વીટ્સ પાસે ઊભા હતા. એમાંથી ચાર યુવાન બાઈક પર હતા અને બે ચાલતા આવી રહ્યા હતા, બધાએ દારુ પીધેલો હતો. એક યુવાને કહ્યું કે આ વિસ્તારમાં તે ટોપી પહેરીને નહિ ચાલી શકે, તેણે ટોપી કાઢવી પડશે. આ વાત પર યુવાનોએ મારપીટ કરવાની શરૂ કરી દીધી, થપ્પડ અને મૂક્કા મારવા માંડ્યા. પીડિતનો આરોપ છે કે યુવકોએ તેને જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવવા કહ્યું. તેણે આવું ન કર્યું તો તેની સાથે ગાળાગાળી કરી.
બદમાશોએ કર્યો દુર્વ્યવહારઃ
બદમાશોએ પીડિતનો કૂર્તો ફાડી નાંખ્યો. આલમે કહ્યું કે તેના ધર્મને લઈને પણ અપશબ્દો કહેવામાં આવ્યા. એક યુવકે તેના માથા પરથી ટોપી કાઢી રોડ પર ફેંકી દીધી. તે રડતા રડતા કાંપવા માંડ્યો અને રોડ પર બેસી ગયો તો યુવક ત્યાંથી જતા રહ્યા. ચાર યુવાન બાઈક પર અને બે પગપાળા ગયા. તેમણે મદદ માટે ત્યાં સફાઈ કરતા યુવાનો પાસે મદદ માંગી પરંતુ તેમણે મદદ ન કરી. ત્યાર પછી તેણે મસ્જિદમાં ફોન કરી લોકોને બોલાવ્યા. લોકો મદદ માટે આવ્યા ત્યાં સુધીમાં યુવાનો જઈ ચૂક્યા હતા. તેને નજીકના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સવારે ત્રણ વાગે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. પોલીસે હોસ્પિટલમાં જ યુવાનનું સ્ટેટમેન્ટ લીધું.
પોલીસ કરી રહી છે તપાસઃ
યુવાને પોલીસને જણાવ્યું કે રોજા ચાલતા હોવાથી તે ભૂખ્યો હતો અને તેની તબિયત ખરાબ હતી. તેણે વિચાર્યું કે તે નમાજ પઢીને મોડી રાત્રે જ ખાશે. 15 દિવસ પહેલા જ તે બિહારથી પોતાના ભાઈ પાસે સીવણ શીખવા આવ્યો છે. અંધારાને કારણે તે બાઈકનો નંબર ન જોઈ શક્યો. પીડિતે જણાવ્યું કે આરોપી તેની સામે આવશે તો ઓળખી કાઢશે. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Md2H2J
No comments:
Post a Comment